ગુજરાતમાં Agniveer ભરતી શરૂ: જાણો સંપુર્ણ માહિતી

હાલ જ ઇન્ડિયન આર્મી દ્વારા ઓફીશીયલ જાહેરાત કરવામાં આવી હતી કે ગુજરતની અંદર Agniveerની ભરતી શરુ કરી દેવામાં આવી છે. જાણો કેવી રીતે કરવું અપ્લાઈ..

  • ગુજરાતમાં અગ્નિવીરો માટેની ભરતી આવી ગઈ છે
  • ગુજરાતમાં ક્યાં યોજાવાની છે આ ભરતી રેલી 
  • આર્મીમાં શામેલ થવા માટે કેટલી પરીક્ષા 

કેન્દ્ર સરકારે 14 જૂને ચાર વર્ષ માટે નવા સૈનિકોની ભરતી કરવા માટે અગ્નિપથ યોજનાની જાહેરાત કરી હતી. હાલ જ ઇન્ડિયન આર્મી દ્વારા ઓફીશીયલ જાહેરાત કરવામાં આવી હતી કે ગુજરતની અંદર Agniveerની ભરતી શરુ કરી દેવામાં આવી છે. અગ્નીવીરની ભરતી હાલ મુખ્યત્વે ચાર જગ્યાઓ માટેની છે. જે ભરતી માટે 5 ઓગસ્ટ 2022થી લઈને ૩ સપ્ટેમ્બર 2022 સુધી ફોર્મ ભરાશે. એ પછી 18 સપ્ટેમ્બર થી તમને એડમિટ કાર્ડ ફોર્મ એટલે કે કોલ ડેટા ડાઉનલોડ થવાના શરૂ થશે અને 15 ઓક્ટોબરથી 8 નવેમ્બર સુધી આર્મી ભરતી રેલીનું આયોજન થશે. ભરતીઓ સમગ્ર રીતે ઉપલબ્ધ ખાલી જગ્યાઓના પર મેરિટ આધારિત થશે. 

Agniveer ભરતી કેવી રીતે કરવું અપ્લાઈ ?

તમને જણાવી દઈએ કે હાલ ગુજરાતમાં Agniveer માટેની ભરતી આવી ગઈ છે અને આ ભરતી માટે અપ્લાઈ કરવા માટે સેનાની સત્તાકીય વેબસાઈટ joinindianarmy.nic.in પર લૉગ ઇન કરીને નામ નોંધાવવાનું રહેશે. 

ગુજરાતમાં ક્યાં યોજાવાની છે આ ભરતી રેલી 

Agniveer માટે જે ભરતી આઈ છે એ 15 ઓક્ટોબરથી 8 નવેમ્બર સુધી અમદાવાદમાં આવેલ ગુજરાત યુનીવર્સીટીના સ્પોર્ટ કોમ્પ્લેક્ષમાં આયોજિત થશે. જો તમે આ ભરતી રેલીમાં ભાગ લેવા જશો તો ત્યાં તમારે તમારા બધા ડોક્યુમેન્ટ  અને ખાસ કરીને એપ્લીકેશન કર્યા પછી આવતા એડમિટ કાર્ડને ખાસ તમારી સાથે રાખવું પડશે. 

જરુરી લાયકાત 

1 – Agniveer જનરલ ડ્યુટી 
આ પોસ્ટ માટે અપ્લાય  કરવા માટે શૈક્ષણિક લાયકાત 

  • જનરલ ડ્યુટી પદ પર ભરતી માટે ઉમેદવારોએ ધોરણ 10માં 45 ટકા સાથે પાસ હોવુ જરૂરી છે. સાથે જ બધા વિષયમાં 33 ટકા માર્કસ હોવા જરૂરી છે 

શારીરિક લાયકાત 

  • શરીરની છાતી ઓછામાં ઓછી 77 સેન્ટીમીટર હોવી જરૂરી અને એ પછી તમારે તેને 5 સેન્ટીમીટર ફુલાવી પડશે. 
  • ઉંચાઈ ઓછામાં ઓછી 168 સેન્ટીમીટર હોવી જરૂરી છે.

2 – અગ્નિવીર ટેક્નિકલ 
આ પોસ્ટ માટે અપ્લાય  કરવા માટેશૈક્ષણિક લાયકાત 

  • ટેકનિકલ એવિએશન અને એમ્યુનેશન પદ માટે 12 માં ધોરણમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ અને ઈંગ્લિશ વિષય હોવા જરૂરી છે. સાથે જ કુલ  50 ટકા અને બધા વિષયમાં 40 ટકા માર્કસ હોવા જરૂરી છે. 

શારીરિક લાયકાત 

  • શરીરની છાતી ઓછામાં ઓછી 76 સેન્ટીમીટર હોવી જરૂરી અને એ પછી 5 સેન્ટીમીટર ફુલાવી પડશે 
  • ઉંચાઈ ઓછામાં ઓછી 167 સેન્ટીમીટર હોવી જરૂરી છે.

3 – અગ્નિવીર ક્લાર્ક/સ્ટોરકીપર ટેક્નિકલ
આ પોસ્ટ માટે અપ્લાય  કરવા માટે શૈક્ષણિક લાયકાત 

  • અગ્નિવીર ક્લાર્ક/સ્ટોરકીપર ટેક્નિકલ પદ માટે સાઈન્સ કોમર્સ કે આર્ટસ કોઈ પણ ફિલ્ડમાં 12 પાસ હોવું જરૂરી છે. પણ ગણિત કે એકાઉન્ટ કે બુક કીપિંગ વિષય હોવો જરૂરી છે. સાથે જ કુલ 60 ટકા અને બધા વિષયમાં 50 ટકા માર્કસ જરૂરી છે.  

શારીરિક લાયકાત 

  • શરીરની છાતી ઓછામાં ઓછી 77  સેન્ટીમીટર હોવી જરૂરી અને એ પછી 5 સેન્ટીમીટર ફુલાવી પડશે 
  • ઉંચાઈ ઓછામાં ઓછી 162  સેન્ટીમીટર હોવી જરૂરી છે.

4 – અગ્નિવીર ટ્રેડ્સમેન 
આ પોસ્ટ માટે અપ્લાય  કરવા માટે શૈક્ષણિક લાયકાત 

  • આ પદ માટે બે અલગ અલગ જગ્યાઓ છે જેમાં  એક પદ માટે ધોરણ 10 પાસ અને બીજા પદ માટે ધોરણ 8 પાસ હોવું જરૂરી છે. 

શારીરિક લાયકાત 

  • શરીરની છાતી ઓછામાં ઓછી 76  સેન્ટીમીટર હોવી જરૂરી અને એ પછી 5 સેન્ટીમીટર ફુલાવી પડશે 
  • ઉંચાઈ ઓછામાં ઓછી 168 સેન્ટીમીટર હોવી જરૂરી છે.

તમને જણાવી દઈએ કે તમામ પદ માટે નિર્ધારિત વય મર્યાદા 17.5 વર્ષથી 23 વર્ષ નિર્ધારિત છે.

આર્મીમાં શામેલ થવા માટે કેટલી પરીક્ષા 

  1. સૌપ્રથમ તમારે 1600 મીટર દોડવું પડશે અને એ દોડ તમારે વધુમાં વધુ 5 મિનિટ અને45 સેકન્ડમાં પૂરી કરવી પડશે. જો તમે તેમ કરી લીધું તો તમને કુલ 45 માર્ક મળશે. પણ જો તમે એ દોડ 5 મિનિટ અને 30 સેકન્ડની પહેલા આ દોડ પૂરી કરશો તો તમને 60 માર્કસ મળશે. 
  2. એ પછી તમારે 10  પુલ અપ્સ કરવા પડશે. 
  3. એ બાદ તમારે 9 ફૂટનાં ખાડાને કૂદીને આગળ જવું પડશે. 
  4. અને એ પછી એક ઝીગ ઝેગ લાઈન પાર કરવી પડશે. 
  5. આ બધી શારીરક એક્સાઝ  પછી મેડીકલ કરવામાં આવશે. 
  6. એ પછી કોમન એન્ટ્રેન્સ એક્સાઝ આપવી પડશે. 
  7. અને અંતે ફાઈનલ મેરીટ માં નામ આવ્યા પછી ફાઈનલ સિલેકશન થશે. 

આર્મી રિક્રુટમેન્ટ ઓફિસ

ગુજરાતમાં કુલ બે આર્મી રિક્રુટમેન્ટ ઓફિસ આવેલ છે. એક અમદાવાદમાં અને બીજી જામનગરમાં. તેમાંથી અમદાવાદમાં આવેલ આર્મી રિક્રુટમેન્ટ ઓફિસ દ્વારા હાલ ભરતી બહાર પાડવામાં આવી છે. કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તાર માટે જલ્દી જ જામનગર આર્મી રિક્રુટમેન્ટ ઓફિસ દ્વારા ભરતી બહાર પાડવામાં આવશે. 

કેન્દ્ર સરકારે 14 જૂને ચાર વર્ષ માટે નવા સૈનિકોની ભરતી કરવા માટે અગ્નિપથ યોજનાની જાહેરાત કરી હતી. અગ્નિવીરોને રૂ. 30,000 થી રૂ. 40,000 સુધીનો માસિક પગાર મળશે, જેમાંના 75% જેઓ ચાર વર્ષ પછી ડિમોબિલાઈઝ થઈ જાય છે તેમને રૂ. 11.71 લાખનું ‘સેવા નિધિ’ એક્ઝિટ પેકેજ મળે છે, જેમાંથી અડધો ભાગ તેમના પોતાના યોગદાન દ્વારા મળશે. બાકીના 25%ને વધુ 15 વર્ષ સેવા આપવા માટે સશસ્ત્ર દળોના નિયમિત કેડરમાં સામેલ કરવામાં આવશે.