પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના એક એવી સ્કીમ છે, જેમાં માત્ર 12 રુપિયામા મળશે 2 લાખનો વિમો ધારકને 2 લાખ રૂપિયાનું વીમા કવર મળે છે
12 રૂપિયા આખરે શું છે. તેનાથી વધારે કિંમતની તો આજે બજારમાં એક પાણીની બોટલ વેચાય છે. પરંતુ અહીં 12 રૂપિયા તમને 2 લાખનો ફાયદો કરાવી શકે છે. કેન્દ્ર સરકારે દેશના ગરીબ લોકોને ધ્યાનમાં રાખી સુરક્ષા વીમા યોજના (Pradhan Mantri Suraksha Bima Yojana)ની શરૂઆત કરી હતી. આ યોજનામાં 12 રૂપ્યા વર્ષના પ્રીમિયમ જમા કરાવી તમને સરકાર તરફથી 2 લાખ રૂપિયા સુધીના જીવન વીમાની ગેરેન્ટી મળે છે.
માત્ર 12 રુપિયામા મળશે 2 લાખનો વિમો
કેન્દ્ર સરકારે દેશના ગરીબ લોકોને ધ્યાનમાં રાખી સુરક્ષા વીમા યોજનાની શરૂઆત કરી હતી. અમારી સહયોગી zeebiz.comના અનુસાર આ યોજનામાં 12 રૂપિયા વર્ષના પ્રીમિયમ જમા કરાવી તમને સરકાર તરફથી 2 લાખ રૂપિયા સુધીના જીવન વીમાની ગેરેન્ટી મળે છે. એટલે કે તમારે દર મહિને માત્ર 1 રૂપિયો ખર્ચ કરવાનો છે.
દર વર્ષના મે મહિનામાં કપાય છે પૈસા
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (પીએમએસબીવાઈ)નું વાર્ષિક પ્રિમિયમ 31 મેના રોજ જાય છે. આ પ્રીમિયમ 12 રૂપિયા છે. જો મેના અંતમાં તમારા બેંક એકાઉન્ટમાં બેલેન્સ નહી રહેતું તો પોલીસી રદ થઈ જશે. તમને જણાવી દઈએ કે, બેંકની તરફથી ગ્રાહકોને પ્રીમિયમ જમા કરાવા માટે એલર્ટ મેસેજ મોકલવામાં આવે છે. એટલા માટે ગ્રાહકોએ તેમના ખાતામાં બેલેન્સ રાખવું જરૂરી છે.
આ છે શરતો
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાનો લાભ 18-70 વર્ષ સુધીની ઉંમરના લોકો ઉઠાવી શકે છે. આ યોજનાનું વાર્ષિક પ્રીમિયમ માત્ર 12 રૂપિયા છે. PMSBY પોલિસીનું પ્રીમિયમ પણ સીધું બેંક એકાઉન્ટમાંથી કપાય છે. પોલિસી ખરીદતી વખતે જ બેંક ખાતાને PMSBY સાથે લિંક કરાવવામાં આવે છે. PMSBY પોલિસી અનુસાર વીમા ખરીદનાર ગ્રાહકનું અકસ્માતમાં મોત થવા કે વિકલાંગ થવાની સ્થિતિમાં 2 લાખ રૂપિયાની રકમ તેમના આશ્રિતને મળે છે.
જાણો કેવી રીતે રજિસ્ટ્રેશન થાય છે?
- બેંકની કોઈ પણ શાખામાં જઈને તમે આ પોલિસી માટે અરજી કરી શકો છો.
- બેંક મિત્ર પણ PMSBYને ઘરે-ઘરે પહોંચાડી રહ્યાં છે.
- વીમા એજન્ટથી પણ તેના માટે સંપર્ક કરી શકાય છે.
- સરકારી વીમા કંપનીઓ અને અનેક ખાનગી વીમા કંપનીઓ પણ આ પ્લાન વેચે છે.
ક્યા દસ્તાવેજોની જરૂર પડશે ?
- અરજદારનું આધાર કાર્ડ
- ઓળખપત્ર
- બેંક ખાતાની પાસબુક
- ઉંમર પ્રમાણપત્ર
- આવકનું પ્રમાણપત્ર
- મોબાઇલ નંબર
- પાસપોર્ટ સાઇઝ ફોટો