First Look Of Moon Captured By Chandrayan-3 ચંદ્રયાને ભ્રમણકક્ષામાં આવતાં જ ઝડપી ચંદ્રની પહેલી તસવીર, જુઓ કેવો દેખાય છે

First Look Of Moon Captured By Chandrayan-3: ચંદ્રની ભ્રમણ કક્ષામાં ઈસરો વડે લોન્ચ કરાયેલુ મિશન ચંદ્રયાન-3 અંતર્ગત ચંદ્રની પહેલી તસવીર સામે આવી છે જે ઈસરો દ્રારા અવકાશયાનમાં લાગેલા કેમેરા વડે ક્લિક કરાઈ છે.

  • ચંદ્રયાન-3 મિશન ચંદ્રની ભ્રમણ કક્ષામાં
  • અવકાશયાનમાં ઈસરો દ્રારા લગાવેલા કેમેરા દ્વારા ચમકતા ચંદ્રની તસ્વીર સામે આવી છે.
  • ISRO દ્વારા તેમના ટ્વિટર એકાઉન્ટ ઉપર આ જબદરસ્ત વીડિયો અને તસ્વીર વાયરલ થઈ રહી છે.

First Look Of Moon Captured By Chandrayan-3: ચંદ્રયાને ભ્રમણકક્ષામાં આવતાં જ ઝડપી ચંદ્રની પહેલી તસવીર

ઇસરોની સૌથી મોટી સફળતા સમાન ગણાતા ચંદ્રયાન-3 મિશન શનિવારે ચંદ્રની ભ્રમણ કક્ષામાં પહોંચ્યું છે. આ મિશન અંતર્ગત ચંદ્રની પહેલી તસવીર સામે આવી છે First Look Of Moon Captured By Chandrayan-3. જે અવકાશયાનમાં ઈસરો વડે લગાવેલા કેમેરા દ્વારા પાડવામાં આવી છે. આ દરમિયાન ચંદ્રની નજીક ચક્કર લગાવતી વખતે અવકાશયાનમાં લાગેલા કેમેરામાંથી ચમકતા ચંદ્રનો વીડિયો પણ અવકાશયાનમાં ઈસરો વડે લગાવેલા કેમેરા દ્વારા ઉતારવામાં આવ્યો છે. જેમાં ચંદ્રયાન-3 અવકાશયાનમાં ફીટ કરાયેલી સોલાર પેનલ પણ વિડિયોમા દ્રશ્યમાન થઈ રહી છે. નોંધનીય છે કે ISROએ ટ્વિટર એકાઉન્ટ પર આ જબદરસ્ત વીડિયો અને તસ્વીર વાયરલ કરી છે First Look Of Moon Captured By Chandrayan-3.

હવે ચંદ્રયાન-3 એ ચંદ્રની ઓર્બિટ પકડી લીધી છે. હવે ચંદ્રયાન લગભગ 166 કિમી x 18 હજાર કિમીની ભ્રમણકક્ષા (ઓર્બિટ)માં યાત્રા કરી રહ્યું છે. આ ચંદ્રની ભ્રમણકક્ષા (ઓર્બિટ) છે. હવે પછીનો આગામી મોટો દિવસ 17મી ઓગસ્ટ હશે. જ્યારે ચંદ્રયાન-3 માથી પ્રોપલ્શન અને લેન્ડર મોડ્યુલ અલગ થશે. આ પછી ચંદ્રયાન-3 નુ માત્ર લેન્ડિંગ જ બાકી રહેશે.

સંપૂર્ણ વિડિયો જોવા માટે અહિ ક્લિક કરો

23 ઓગસ્ટે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરશે ચંદ્રયાન

ચંદ્રયાન-3 એ ચંદ્રની ભ્રમણકક્ષામાં ધમાકેદાર એન્ટ્રી લઈ લીધી છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)નું હવે પછીનુ પગલું ચંદ્રયાન-3ની ભ્રમણકક્ષા (ઓર્બિટ)ને ઘટાડવાનું છે. ઈસરો દ્રારા આ પ્રક્રિયા રવિવારે રાત્રે 11 વાગ્યાથી શરૂ કરવામા આવશે. આગામી 17 દિવસ સુધી ચંદ્રયાન-3 ધીરે ધીરે ચંદ્ર તરફ એ જ રીતે આગળ વધશે જે રીતે તે પૃથ્વીથી દૂર ગયું હતું. ચંદ્રયાન-3 લૉન્ચિંગના ત્રણ અઠવાડિયા દરમિયાન પાંચ તબક્કાઓમાં તેને ISRO દ્વારા પૃથ્વીથી દૂર મોકલવામાં આવ્યું હતું. આ પછી તેને 1 ઓગસ્ટના રોજ પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી ચંદ્ર તરફ સફળતાપૂર્વક મોકલવામાં આવ્યું હતું. ચંદ્રયાન-3 23 ઓગસ્ટ ના રોજ ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરશે, જેને આ મિશનનો સૌથી મોટો પડકાર માનવામાં આવી રહ્યો છે. ઈસરોએ ટ્વીટ કર્યું કે ચંદ્રયાન-3ની તમામ સિસ્ટમ તંદુરસ્ત અને હેમખેમ છે. બધા સાધનો બરાબર કામ કરી રહયા છે. ISTRAC બેંગલુરુ ખાતેના મિશન ઓપરેશન્સ કોમ્પ્લેક્સ (MOX)થી તેનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

હોમપેજ:

WhatsApp ગ્રૂપમાં જોડાવો!