આજે અમે તમને Jioની લેટેસ્ટ ઑફર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમાંથી તમે ફ્રીમાં 20GB ડેટા મેળવી શકો છો. આવો જાણીએ આ ઓફર વિશે..
ભારતમાં મુખ્યત્વે ત્રણ પ્રાઇવેટ ટેલિકોમ કંપનીઓ છે, જેમાંથી રિલાયન્સ જીયો એરટેલ અને વોડાફોન આઈડિયા કરતાં ઘણી નવી છે. થોડા વર્ષોમાં, જીયો દેશની નંબર વન ટેલિકોમ કંપની બની ગઈ છે અને તેના ગ્રાહકોમાં દર વર્ષે વધારો જોવા મળ્યો છે. તેના ગ્રાહકોને સસ્તો પ્લાન આપવા ઉપરાંત, જીયો ઘણી વધુ આકર્ષક ઑફર્સ અને લાભો આપે છે.
ફ્રીમાં 20GB હાઇ-સ્પીડ ડેટા મેળવો!
જો તમે વિચારી રહ્યા છો કે તમે જીયો તરફથી ફ્રી ઈન્ટરનેટ કેવી રીતે મેળવી શકો છો, તો ચાલો તમારા પ્રશ્નનો જવાબ આપીએ. જીયો તરફથી 20GB ફ્રી ડેટા માટે, તમારે ન તો કોઈ રિચાર્જ પ્લાન ખરીદવો પડશે અને ન તો તે કોઈ એડિશનલ ઑફરનો ભાગ છે. જિયોની આ તકનો લાભ લેવા માટે, તમારે તમારા સ્માર્ટફોન પર જીયોની ઓફિશિયલ એપ્લિકેશન, My Jio એપ્લિકેશનનો ઉપયોગ કરવો પડશે, તમને આ ઑફર ત્યાં મળશે.
જાણો JIO ની ઓફર વિશે?
હવે ચાલો જાણીએ કે રિલાયન્સ જીયો કઈ ઑફર આપી રહ્યું છે જેથી તમે ફ્રીમાં 20GB ડેટાનો આનંદ માણી શકો. ખરેખર જીયો એ લકી ડ્રોનું આયોજન કર્યું છે, જેમાં ભાગ લઈને તમે 20GB ઈન્ટરનેટ ફ્રીમાં મેળવી શકો છો. તમને જણાવી દઈએ કે તમે 8 જુલાઈ સુધી આ લકી ડ્રોમાં ભાગ લઈ શકો છો. તમને જણાવી દઈએ કે લકી ડ્રોમાંથી પાંચ લોકોને 20GB ડેટા જીતવાની તક મળશે.
Also Read: PM કિસાન યોજનામાં મોટો ફેરફાર! હવે આ દસ્તાવેજ વિના નહી મળે ૨ હજારની સહાય
કેવી રીતે ઓફરનો લાભ લેશો?
અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે Jio નો આ ફ્રી 20GB ડેટા કેવી રીતે મેળવવો,
- તમારે પહેલા તમારા સ્માર્ટફોનમાં My Jio એપ ઓપન કરવી પડશે,
- જ્યારે તમે હોમ સ્ક્રીન પર જ થોડું સ્ક્રોલ કરશો,
- ત્યારે તમને Jio Play and Win કોલમ દેખાશે.
- જેમાં પહેલો વિકલ્પ આ 20GB ડેટા સાથે લકી ડ્રોનો હશે.
- આ વિકલ્પ પર ક્લિક કરતાની સાથે જ તમને ‘Partisipate Now’નો વિકલ્પ દેખાશે.
તેના પર ક્લિક કર્યા પછી, તમારે એક સરળ પ્રશ્નનો સાચો જવાબ આપવાનો રહેશે, જેના પછી તમે આ લકી ડ્રો માટે રજીસ્ટ્રેશન કરાવી શકશો. આ લકી ડ્રોનું પરિણામ 8 જુલાઈના રોજ જાહેર કરવામાં આવશે.