ખેડૂતોને ખેતીની જમીન ખરીદવા માટે મળશે ૨ લાખ સુધિની સહાય

અનુસૂચિત જાતિના ઘણા લોકો ખેત મજુરી પર નિર્ભર છે. આ જાતિના લોકો ખેતીની જમીન ખરીદ કરીને જાતે ખેતી કરી, આવકમાં વધારો કરી શકે તે આશયથી ખેતીની જમીન ખરીદવા માટે અરજદારને નાણાકીય સહાય યોજના આપવા આવે છે.

ખેડૂતોને ખેતીની જમીન ખરીદવા માટે મળશે ૨ લાખ સુધિની સહાય

મળવા માત્ર સહાય: ખેતીની જમીન ખરીદવા માટે એક એકર દીઠ રૂ. ૧,૦૦,૦૦૦/- અને વધુમા વધુ ૨ એકર માટે રૂ. ૨,૦૦,૦૦૦/- ની નાણાકીય સહાય મળશે.

કોને લાભ મળશે ?

  • અનુસૂચિત જાતિના લોકોંને મળશે સહાય.
  • વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦ અને શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦ રહેશે.
  • સરકારી સહાય બાદ કરતાં જે લાભાર્થી જમીન ખરીદવા સક્ષમ હોય તેને જ લાભ મળવાપાત્ર છે.
  • કુટુંબની એક જ વ્યક્તિને જ લાભ મળવાપાત્ર છે.
  • સરકારી સહાયથી મળેલ જમીન લાભાર્થી ૧૫ વર્ષ સુધી બિન વેચાણને પાત્ર રહેશે .
  • લાભ મેળવનાર લાભાર્થી ખેતમજૂર હોવા જરૂરી છે.

કયા કયા પુરાવાની જરુર પડશે ?

  • અરજદારનું આધાર કાર્ડ
  • જાતિનું પ્રમાણપત્ર
  • ખેડૂત /ખેતમજુર હોવા અંગેનો તલાટી કમ મંત્રીનો દાખલો
  • આવકનો દાખલો
  • બાનાખતની ખરી નકલ
  • જમીન વેચવા અંગેની મહેસૂલ (રેવન્યુ) ખાતાની પરવાનગી ની ખરી નકલ
  • જમીનના ૭/૧૨ તથા ૮(અ) ઉતારા
  • જમીન હોય એનું ૭/૧૨ / ૮(અ) / તલાટિકમ મંત્રી નો દાખલો
  • બેંક પાસબૂક

આ પણ વાચો: સાઇકલ ખરિદવા માટે મળશે ૧૫૦૦/- ની સહાય, જાણો વધુ માહિતી

અરજી ક્યા કરશો ?

  •  જીલ્લા નાયબ નિયામકશ્રી, અનુસુચિત જાતિ કલ્યાણની કચેરીએ જઇને અરજી કરવાની રહેશે.
  • અથવા તો તમારે ઓનલાઇન અરજી સરકારની ઓફિશિયલ વેબસાઈટ www.esamajkalyan.gujarat.gov.in પર જઇને કરવાની રહેશે.
WhatsApp ગ્રૂપમાં જોડાવો!