ધો.૯ થી ૧૨ પ્રથમ પરીક્ષા ૧૮થી ૨૭ ઓક્ટોબર સુધી યોજાશે

ધો.૯ થી ૧૨ પ્રથમ પરીક્ષા ૧૮થી ૨૭ ઓક્ટોબર સુધી યોજાશે: શિક્ષણને લઇને સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામા આવ્યો હવે ટૂક જ સમયમા ધોરણ ૯ થી ૧૨ ની પ્રથમ પરિક્ષા તારિખ ૧૮ થી ૨૭ ઓકટોમ્બર સુધી લેવાશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ધો.૯ થી ૧૨ પ્રથમ પરીક્ષા ૧૮થી ૨૭ ઓક્ટોબર સુધી યોજાશે

રાજ્યની તમામ શાળાઓમાં ધો.૯ થી ૧૨ની પ્રથમ પરીક્ષા આગામી તા.૧૮થી ૨૭ ઓક્ટોબર સુધી યોજવાની જાહેરાત શિક્ષણ બોર્ડે કરી છે. પ્રથમ પરીક્ષાના પ્રશ્નપત્રો જુનથી સપ્ટેમ્બર માસના ૧૦૦ ટકા અભ્યાસક્રમને ધ્યાને રાખીને તૈયાર કરાશે. ઉપરાંત બોર્ડે જાહેર કરેલા પરીક્ષાનો સ્થાનિક કક્ષાએ ફેરફાર કરી શકાશે નહીં. શિક્ષણ બોર્ડે જિલ્લા શિક્ષણાધિકારીઓને ધો.૯ થી ૧૨ની પ્રથમ પરીક્ષાનું આયોજન કરવાનો આદેશ કરતો પરિપત્ર બહાર પાડયો છે.

તેમાં બોર્ડે જણાવ્યું છે કે આગામી તા.૧૮ થી ૨૭ ઓક્ટોબર સુધી યોજાનારી પરીક્ષામાં નક્કી કરેલા વિષયોના પ્રશ્નપત્રો બોર્ડ તૈયાર કરશે. જ્યારે બાકીના વિષયોના પ્રશ્નપત્રો શાળા કક્ષાએથી તૈયાર કરાશે. બોર્ડ દ્વારા તૈયાર કરાયેલા પ્રશ્નપત્રોની પરીક્ષા નિયત ટાઇમ ટેબલ મુજબ રાજ્યમાં એક સાથે થશે.

Also Read: હવે રાશન કાર્ડ સાથે જોડાયેલી તમામ સમસ્યાઓનો ફટાફટ ઉકેલ આવી જશે

ધો.૯ થી ૧૧ તમામ પ્રવાહ અને ધો.૧૨ સામાન્ય પ્રવાહ, ઉ.ઉ.બુનિયાદી પ્રવાહ અને વ્યવસાયલક્ષી પ્રવાહ માટે ૨૦ ટકા હેતુલક્ષી પ્રશ્નો અને ૮૦ ટકા વર્ણનાત્મક પ્રશ્નો રહેશે. જ્યારે ધો.૧૨ વિજ્ઞાાન પ્રવાહ માટે ૫૦ ટકા સ્ઝ્રઊ અને ૫૦ ટકા વર્ણનાત્મક પ્રશ્નો હશે. ધો.૯ અને ધો.૧૧માં ૫૦ ગુણના પ્રશ્નપત્ર માટે ૨ કલાક રહેશે.