સોલાર ફેન્સીંગ યોજના 2022 : ખેતરની ફરતે સોલાર ફેન્સીંગ માટે સોલાર પાવર યુનિટ/કીટ યોજના

સોલાર ફેન્સીંગ યોજના 2022 : i-Khedut પોર્ટલ પર સોલાર ફેન્સીંગ યોજના 2022 માટે ઓનલાઈન અરજી કરવા માટે પોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યું છે, solar fencing yojana 2022 gujarat આ સહાય મુજબ ખેડૂતને કુલ ખર્ચના 50 ટકા અથવા રૂ. 15,૦૦૦ બે માંથી જે ઓછું હોય તે મુજબ ખાતા દીઠ સહાય અપાશે. જે માટે આઈ-ખેડૂત પોર્ટલ ઉપર તારીખ 10 સપ્ટેમ્બર 2022થી એક માસ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે.

સોલાર ફેન્સીંગ યોજના 2022

  • યોજનાનું નામ સોલાર ફેન્સીંગ યોજના 2022
  • હેઠળ ગુજરાત રાજ્ય સરકાર
  • યોજનાનો હેતુ ખેતરની ફરતે સોલાર ફેન્સીંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ/કીટ ખરીદીમાં નાણાંકીય સહાય આપવાની નવી યોજના
  • વિભાગનું નામ કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત
  • અરજી કરવાનો પ્રકાર ઓનલાઇન
  • છેલ્લી તારીખ 09/10/2022
  • મળવાપાત્ર લાભ ખર્ચના 50 ટકા અથવા રૂ. 15,૦૦૦ બે માંથી જે ઓછું હોય તે
  • સત્તાવાર પોર્ટલ https://ikhedut.gujarat.gov.in

ગુજરાત સોલાર ફેન્સીંગ યોજના 2022

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે વિવિધ સરકારી યોજનાઓનો લાભ આપવા માટે ikhedut portal બનાવેલ છે. જેમાં બાગાયતી વિભાગ દ્વારા સોલાર ફેન્સીંગ યોજના પર સહાય આપવામાં આવે છે. Solar Fencing Yojana Scheme in Gujarat નો લાભ મેળવવા માટે કેવી રીતે અરજી કરવી, કયા-કયા ડોક્યુમેન્ટ જોઈએ તેની સંપૂર્ણ માહિતી વિગતવાર મેળવીશું.

સોલાર ફેન્સીંગ સહાય

સોલાર ફેન્સીંગ સહાય યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા

ગુજરાત સરકાર દ્વારા કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા સોલાર ફેન્સીંગ સહાય યોજનાનો લાભ આપવામાં આવે છે. પમ્પ સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઇન અરજી આઈ-ખેડૂત પોર્ટલ પરથી કરવાની રહેશે. ખેડૂતોને આ સોલાર ફેન્સીંગ સહાય યોજનાનો લાભ મેળવવા માટે બાગાયતિ વિભાગ દ્વારા લાભ લેવા માટેની પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ જણાવેલ છે.

  1. ખેડૂત ગુજરાત રાજ્યનો અરજદાર હોવો જોઈએ.
  2. લાભાર્થી ખેડૂત હોવો જોઈએ..
  3.  ખેડૂતોએ પોતાની રીતે ખુલ્લા બજારમાથી નિયત થયેલ ગુણવત્તા વાળી કિટની ખરીદી કરી શકશે.
  4. ખેડૂતે આ યોજનાનો લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી રહેશે.

સોલાર ફેન્સીંગ યોજનામાં મળવાપાત્ર લાભ

  • કાટાંળી તારની વાડ બનાવવા માટે જે ખેડુતો લાભ લીધેલ હોય તે ખેડુતોને આ સોલાર પાવર યુનિટ/કીટ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે નહિ.
  • સોલાર પાવર યુનિટ/કીટ ખરીદી માટે ખાતેદાર ખેડૂતને કુલ ખર્ચના ૫૦ % અથવા રુ. ૧૫,૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવશે.
  • સદર કીટ માટે ૧૦ (દશ) વર્ષે એક વખત સહાય મળવાપાત્ર રહેશે.

સોલાર ફેન્સીંગ યોજના માટે જરૂરી ડોક્યુમેન્‍ટ નું લિસ્ટ

કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત દ્વારા અત્યારે આઈ-ખેડૂત પોર્ટલ પર ચાલતી સોલાર ફેન્સીંગ સહાય યોજના નો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરવાની કરવાની હોવાથી. જેના માટે નીચે મુજબના ડોક્યુમેન્‍ટ અરજદાર પાસે પાસે હોવા જોઈએ.

  1. આધારકાર્ડ
  2. 7/12 ની જમીનના ઉતારા
  3. બેંક પાસ બુક
  4. અરજદારના રેશનકાર્ડની નકલ
  5. ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
  6. અરજદાર ખેડૂતનો મોબાઈલ નંબર

મહત્વપુર્ણ લિંક

સોલાર ફેન્સીંગ સબસિડી યોજનાની ઓનલાઈન કરવાની પ્રક્રિયા

 ખેડૂતોએ આઇ ખેડૂત પોર્ટલ પરથી અરજી ઓનલાઇન કરવાની રહેશે છે. ખેડૂતો આ યોજનાની ઓનલાઈ અરજી ઘરે બેઠા મોબાઈલ / કમ્પ્યુટર દ્વારા પણ કરી શકો છો. તથા તમારા ગામ ની ગ્રામ પંચાયત ખાતેથી VCE (પંચાયત ઓપરેટર ) તથા CSC Center દ્વારા પણ અરજદાર ખેડૂત અરજી કરી શકે છે. આ યોજનાની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી નીચે ના સ્ટેપ બાય સ્ટેપમાં આપેલ છે.

  • સૌપ્રથમ તો મોબાઈલ / કમ્પ્યુટરના Chrome બ્રાઉઝર માં Www.Google.Co.In માં “ikhedut Portal ” ટાઈપ કરવાનું રહેશે.
  • જેમાં Google Search માં જે રીઝલ્ટ આવે તેમાંથી https://ikhedut.gujarat.gov.in/ પર ક્લિક કરીને વેબસાઈટ ખોલવાની રહેશે.
  • આઈ-ખેડૂત વેબસાઈટ ખોલ્યા બાદ “ખેતીવાડી ની યોજનાઓ” પર ક્લિક કરવું. ત્યારબાદ ક્રમ નંબર-3 પર “ખેતીવાડી યોજનાઓ” જમણી બાજુ પર લખેલ – વિગતો માટે અહીં ક્લિક કરો પર ક્લિક કરવાનું રહેશે.
  • ક્લિક કર્યા પછી તમને વિવિધ ખેતીવાડી ની યોજનાઓ લિસ્ટ તમને બતાવશે.
  • જેમાં અનુક્રમ નં 3 – “સોલાર ફેન્સીંગ” માં “અરજી કરો” લખેલ આવે તેના પર ક્લિક કરીને વેબસાઈટ ખોલવાની રહેશે.
  • નવું વેબ પેજ પછી તમને પૂછવામાં આવશે તમે ખેડૂત નોંધણી (રજીસ્ટ્રેશન) ધરાવતા હો કે ના ધરાવતા હો, તો પણ અરજી કરી શકો છો.
  • જો તમે ખેડૂત નોંધણી ધરાવો છો તેમાં હા કહેશો તો આધાર નંબર અને મોબાઈલ નંબર રજુ કરવાનો રહેશે તો તમારાં મોબાઈલ ઉપર એક OTP આવશે. તે OTP નાખ્યા બાદ અરજીમાં ખેડુતની વિગતો આપો આપ ઓનલાઈન આવી જશે.
  • “નવી અરજી કરો” બટન ઉપર ક્લીક કરી નવી અરજી કરો.
  • અરજીમાં સુધારા વધારા માટે “અરજી અપડેટ કરો” બટન ઉપર ક્લીક કરો. અરજી અપડેટ/કન્ફર્મ કરવા અરજી નંબર સાથે જમીન ખાતાનો ખાતા નંબર અથવા રેશન કાર્ડ નંબર જે તે અરજી કરતી વખત આપેલ હશે તે આપવાનો રહેશે.
  • અરજી બરાબર થયા બાદ તેને કન્ફર્મ કરો.અરજી કન્ફર્મ થઇ ગયા બાદ અરજી અપડેટ થશે નહી
  • જો તમે ખેડૂત નોંધણી કરાવ્યા વગર વર્ષ ૨૦૧૮-૧૯થી પ્રથમ વખત અરજી કરતાં હશો તો ઓનલાઈન અરજી કરતી વખતે આધાર નંબર અને મોબાઈલ નંબર આપવાથી અરજીની પાત્રતા નિયત થાય તે સમયે સંબંધિત કચેરીમાં આધાર નંબરની નકલ રજુ કરેથી, સંબંધિત અધિકારીશ્રી દ્વારા તેની ખરાઇ કર્યા બાદ ખેડૂત નોંધણી (રજીસ્ટ્રેશન) થશે. તે સમયે નોંધણી (રજીસ્ટ્રેશન) થયેલ છે તે અંગેનો SMS આપના રજીસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર આવશે.
  • અરજી કન્ફર્મ થયા પછીજ અરજીની પ્રિન્ટ લઇ શકાશે.
  • જો બેન્કનું નામ લીસ્ટમાં ન મળે તો નજીકની બાગાયતી કચેરીનો સંપર્ક કરવો.
  • અરજી સેવ કરતા જો અરજી નંબર જનરેટ ન થાય તો સુચનાઓની ઉપરની લાઇનમાં મેસેજ વાંચો.
  • જે વિગતો આગળ લાલ * છે તે ફરજીયાત છે.
  • અરજી નો પ્રિન્ટ આઉટ લેવું કરજીયાત છે. ઓનલાઈન અરજીની પ્રિન્ટ આઉટ લઇ તેમાં સહી/અંગુઠાનું નિશાન કરી જરૂરી દસ્તાવેજ સાથે અરજી પર દર્શાવેલ ઓફિસ/કચેરીના સરનામે રજુ કરવાની રહેશે. અથવા આઇ ખેડુત પોર્ટલ પર ખેડુત ઓનલાઇન અરજી કર્યાબાદ તેની પ્રિંટ લઇ સહિ/અંગુઠાનું નિશાન કરી તેને સ્કેન કરીને પોર્ટલ પર “અરજી પ્રિન્ટની સહી કરેલ નકલ અપલોડ” મેનુમાં કલીક કરીને અપલોડ કરી શકાશે. જયા લાગુ પડતુ હોય ત્યાં “અન્ય ડોક્યુમેન્ટ અપલોડ” મેનુમાં જાતિના દાખલાની સ્કેન કરેલ નક્લ પણ અપલોડ કરવાની સુવિધા ચાલુ કરેલ છે. જેથી ખેડુતે કચેરીમાં રુબરુ અરજી પહોચાડવાની જરુરીયાત રહેતી નથી. સ્કેન કરેલ નક્લ PDF ફોરમેટમાં અપલોડ કરવી તેની સાઇઝ ૨૦૦ કેબી થી વધવી જોઇએ
યોજનાની સંપૂર્ણ માહિતીઅહીં ક્લિક કરો
ઑનલાઇન અરજી કરવાઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો