@gmail.com

@gmail.com

RTE મા વાલીઓને આપાતી રકમમા વધારો કરવા માટે વાલી મંડળની માગણી

રાઇટ ટુ એજ્યુકેશન (RTE) અંતર્ગત વાલીઓને અપાતી રકમમાં વધારો કરવા વાલી મંડળે માગણી કરી છે. હાલમાં વાલીઓને સરકાર દ્વારા વિદ્યાર્થીઓના યુનિફોર્મ સ્ટેશનરી વગેરેની ખરીદી માટે રૂ.3 હજાર આપવામાં આવે છે, આ રકમને વધારીને 5 હજાર કરવાની માગ વાલી મંડળે કરી છે.

પેરેન્ટ્સ એકતા મંડળના પ્રમુખ પ્રકાશ કાપડિયાએ જણાવ્યું હતું કે, જો સ્કૂલો દિવાળી બાદ ઓફલાઇન શરૂ થશે તો વાલીઓને મોંઘવારીને કારણે વધુ ખર્ચ કરવો પડશે. યુનિફોર્મ, સ્ટેશનરીના ભાવો પણ વધ્યા છે જેથી વાલીઓને સરકારે 5 હજાર આપવી જોઇએ. RTE માં એડમિશન લેનારા વાલીઓની આર્થિક સ્થિતિ પહેલાથી જ સારી નથી, તેથી વાલીઓને સરકારે વધુ સહાય કરવી જોઇએ. જો સ્કૂલોની ફી વધી શકતી હોય તો વાલીઓની રકમમાં પણ વધારો થવો જોઇએ.

RTE Admission નું ફોર્મ કોણ ભરી શકે છે?

RTE યોજના હેઠળ વંચિત અને નબળા જૂથ ના નીચે મુજબ ના બાળકોને બિન અનુદાનિત પ્રાથમિક શાળાઓ માં નિ:શૂલ્ક પ્રવેશ આપવામાં આવે છે.

 1. અનુસૂચિત જાતિ ( Schedule Cast – SC )અને અનુસૂચિત જન – જાતિ ( Schedule Tribe – ST ) ના બાળકો.
 2. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ / અન્ય પછાત વર્ગ / વિચરતી અને વિમુક્ત જાતિ ના બાળકો.
 3. સામાન્ય કેટેગરી ( જનરલ કેટેગરી ) બિન અનામત વર્ગ ના બાળકો.
 4. અનાથ બાળકો.
 5. જે માતા – પિતા ને સંતાન માં માત્ર એક જ દીકરી હોય તેવી દીકરીઓ.
 6. રાજ્ય સરકાર હસ્તક ની સરકારી આંગણવાડી માં ભણતા બાળકો.
 7. બાળગૃહ ના બાળકો.
 8. સંભાળ અને સંરક્ષણ ની જરૂરીયાત વાળા બાળકો.
 9. બાળ મજુર / સ્થળાંતરીત મજુર ના બાળકો.
 10. 0 થી 20 આંક ધરાવતા તમામ કેટેગરી ( SC, ST, SEBC, જનરલ તથા અન્ય કેટેગરી ) ના તમામ BPL કાર્ડ ધારક ના બાળકો.
 11. લશ્કરી / અર્ધ લશ્કરી કે પોલીસદળ ના ફરજ દરમિયાન શહિદ જવાનો ના બાળકો.
 12. એન્ટી – રેટ્રોવાયરલ થેરાપી ( ART ) ની સારવાર લેતા બાળકો.
 13. મંદબુદ્ધિ / સેરેબ્રલ પાલ્સી ધરાવતા બાળકો, શારીરિક રીતે વિકલાંગ અને દિવ્યાંગ તથા ખાસ જરુરુયાત વાળા બાળકો.

આ પણ વાચો: માર્ગ અકસ્માતના કેસમાં ગુજરાત સરકાર કરશે 50 હજાર સુધીની સહાય

 ફોર્મ ભરવા માટે ના આવશ્યક દસ્તાવેજો

અડ્રેસ પ્રુફ – રહેઠાણ નો પુરાવોઆધાર કાર્ડ, લાઈટ બિલ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ તથા રજિસ્ટર્ડ ભાડા કરાર પૈકી કોઈ પણ એક.
( નોટરાઇઝડ ભાડા કરાર માન્ય ગણાશે નહિ )
કાસ્ટ સર્ટિફિકેટ- વાલીનો જાતિ નો દાખલોલાગુ પડતી કચેરી થી લાગુ પડતા અધિકારી જેવા કે મામલતદાર, સમાજ કલ્યાણ અધિકારી વગેરે નું પ્રમાણપત્ર.જનરલ કેટેગરી માં આવતા વાલી
ઈન્ક્મ સર્ટિફિકેટ- વાલી નો આવક નો દાખલોલાગુ પડતી કચેરી થી લાગુ પડતા અધિકારી જેવા કે મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી વગેરે નું પ્રમાણપત્ર. આવક નો દાખલો ત્રણ થી જૂનો ના હોવો જોઈએ.
બર્થ સર્ટિફિકેટ- જન્મ તારીખ નો દાખલોલાગુ પડતી કચેરી થી લાગુ પડતા અધિકારી નું પ્રમાણપત્ર અથવા માતા – પિતા કે વાલી નું સોગંધનામુ.
ફોટોપાસપોર્ટ સાઈઝ નો ફોટો.
BPL માં આવતા લોકો0 થી 20 આંક ધરાવતા તમામ કેટેગરી ના BPL ધારકો એ લાગુ પડતા અધિકારી નો દાખલો / પ્રમાણપત્ર આપવાનું રહેશે. BPL રેશન કાર્ડ ને BPL તરીકે આધારભૂત ગણવામાં આવશે નહિ.
બાળક નું આધાર કાર્ડબાળક ના આધાર કાર્ડ ની ઝેરોક્ષ
વાલી નું આધાર કાર્ડવાલી ના આધાર કાર્ડ ની ઝેરોક્ષ
બેંક નો પુરાવોબાળક અથવા વાલી ની બેંક ખાતા ની પાસબુક ની ઝેરોક્ષ.
સંતાન માં માત્ર એક જ દીકરી હોયલાગુ પડતી કચેરી થી લાગુ પડતા અધિકારી નો સિંગલ ગર્લ ચાઈલ્ડ(માત્ર એક જ દીકરી) હોવાનો દાખલો / પ્રમાણપત્ર
વિચરતી અને વિમુક્ત જન જાતિલાગુ પડતી કચેરી થી લાગુ પડતા અધિકારી નો દાખલો / પ્રમાણપત્ર
અનાથ બાળકોલાગુ પડતા જિલ્લા ના ચાઈલ્ડ વેલ્ફેર કમિટી ( CWC ) નું પ્રમાણપત્ર
સંભાળ અને સંરક્ષણ ની જરૂરીયાત વાળા બાળકોલાગુ પડતા જિલ્લા ના ચાઈલ્ડ વેલ્ફેર કમિટી ( CWC ) નું પ્રમાણપત્ર
બાળગૃહ ના બાળકોલાગુ પડતા જિલ્લા ના ચાઈલ્ડ વેલ્ફેર કમિટી ( CWC ) નું પ્રમાણપત્ર
બાળ મજુર / સ્થળાંતરીત મજુર ના બાળકોલાગુ પડતા જિલ્લા ના લેબર અને રોજગાર વિભાગ ના લેબર અધિકારી નો દાખલો.
સેરેબ્રલ પાલ્સી ધરાવતા બાળકોસિવિલ સર્જન નો દાખલો / પ્રમાણપત્ર
ખાસ જરુરુયાત વાળા દિવ્યાંગ બાળકોસિવિલ સર્જન નો દાખલો / પ્રમાણપત્ર ( 40% મિનિમમ )
એન્ટી – રેટ્રોવાયરલ થેરાપી ની ની સારવાર લેતા બાળકો.સિવિલ સર્જન નો દાખલો / પ્રમાણપત્ર
શહિદ થયેલા જવાન ના બાળકોલાગુ પડતા સક્ષમ અધિકારી નો દાખલો / પ્રમાણપત્ર

RTE હેલ્પલાઈન નંબર:

RTE Helpline Number: 079-41057851
સવારે 11:00 થી સાંજે 5:00 વાગ્યા સુધી ( કામકાજ ના દિવસ દરમિયાન )

Source By RTE Or Gujarat

- Advertisment -
Google search engine