@gmail.com

@gmail.com

પોસ્ટ ઓફિસમાં આવી બેસ્ટ સ્કિમ: જુઓ મહિને માત્ર 1500 રૂપિયાનું કરો રોકાણ, તો તમને મળશે રૂ. 35 લાખ રિટર્ન, જાણો કેવી રીતે

પોસ્ટ ઓફિસમાં આવી બેસ્ટ સ્કિમ: જુઓ મહિને માત્ર 1500 રૂપિયાનું કરો રોકાણ, તો તમને મળશે રૂ. 35 લાખ રિટર્ન, જાણો કેવી રીતે :

માર્કેટ ઘણાં રોકાણના વિકલ્પોથી ભરેલુ છે અને તેમાંથી કેટલીક યોજનાઓ પર જણાવવામાં આવેલું રિટર્ન ખૂબ જ આકર્ષક હોય છે. જોકે, તેમાં થોડું જોખમ રહેલુ છે.

  • પોસ્ટ ઓફિસની આ યોજનામાં કરો રોકાણ
  • તમને ઓછામાં ઓછા જોખમે સારું રિટર્ન મળશે
  • મહિને માત્ર 1500 રૂપિયાનું કરો રોકાણ, મળશે સારો બેનિફિટ

ઓછા જોખમે મળશે સારું રિટર્ન :

  • ઘણાં રોકાણ ઓછા રિટર્નવાળા સુરક્ષિત રોકાણ યોજનાઓને વધુ પસંદ કરે છે. કારણકે તેમાં ઓછુ જોખમ રહેલુ છે. જો તમે પણ ઓછુ જોખમવાળું રિટર્ન અથવા રોકાણનો વિકલ્પ તપાસી રહ્યાં છો તો પોસ્ટ ઓફિસની આ સ્કીમ તમને મદદ કરી શકે છે. ભારતીય પોસ્ટ દ્વારા આપવામાં આવતી ગ્રામ સુરક્ષા યોજના એક એવો વિકલ્પ છે, જેમાં ઓછામાં ઓછા જોખમે સારું રિટર્ન મેળવી શકો છો. ગ્રામ સુરક્ષા યોજના હેઠળ બોનસની સાથે નક્કી કરેલી રકમ અથવા 80 વર્ષની ઉંમરે અથવા મૃત્યુની સ્થિતિમાં નોમિની તરીકે તેમણે પસંદ કરેલી વ્યક્તિ એમ જે પહેલા હોય તેને મળી શકે છે.

નિયમો અને શરતો :

  • 19 થી 55 વર્ષની ઉંમરની વચ્ચેનો કોઈ પણ ભારતીય નાગરિક આ વીમા યોજનાનો લાભ લઇ શકે છે. જ્યારે આ યોજના હેઠળ ન્યૂનત્તમ વીમા રકમ 10,000 રૂપિયાથી લઇને 10 લાખ રૂપિયા સુધી રોકાણ કરી શકો છો. આ યોજનાના પ્રીમિયમની ચૂકવણી માસિક, ત્રિમાસિક, અર્ધ-વાર્ષિક અને વાર્ષિક કરી શકો છો. ગ્રાહકને પ્રીમિયમ ચૂકવવા માટે 30 દિવસનો સમય આપવામાં આવે છે. પોલિસીના સમયગાળા દરમ્યાન કોઈ ભૂલ થાય તો તેવી સ્થિતિમાં ગ્રાહક પોલિસીને ફરીથી શરૂ કરવા માટે બાકી પ્રિમિયમની ચૂકવણી કરી શકે છે.

મળે છે લોન

  • વીમા યોજના એક લોન સુવિધાની સાથે આવે છે, જેનો લાભ પોલિસી ખરીદ્યાના ચાર વર્ષ બાદ લઇ શકાય છે.

સરેન્ડર કરી શકે છે પોલિસી :

ગ્રાહક ત્રણ વર્ષ બાદ પોલિસીને સરેન્ડર કરવાનો વિકલ્પ પસંદ કરી શકે છે. જોકે, આ સ્થિતિમાં ગ્રાહકને કોઈ લાભ મળશે નહીં. પોલિસીનું સૌથી મોટું આકર્ષણ ભારતીય પોસ્ટ દ્વારા આપવામાં આવતુ બોનસ છે અને છેલ્લું બોનસ દર વર્ષે 65 રૂપિયા દીઠ 1000 રૂપિયાની ખાતરી આપવામાં આવી હતી.

પાકતી મુદ્દતનો લાભ :

  • જો કોઈ 19 વર્ષની ઉંમરે 10 લાખની ગ્રામ સુરક્ષા પોલિસી ખરીદે છે. તો 55 વર્ષ માટે માસિક પ્રીમિયમ 1515 રૂપિયા, 58 વર્ષ માટે 1463 રૂપિયા અને 60 વર્ષ માટે 1411 રૂપિયા રહેશે. પોલિસી ખરીદનારને 55 વર્ષ માટે 31.60 લાખ રૂપિયા, 58 વર્ષ માટે 33.40 લાખ રૂપિયાનો મેચ્યોરિટી બેનિફિટ મળશે. 60 વર્ષ માટે મેચ્યોરિટી બેનિફિટ 34.60 લાખ રૂપિયા મળશે.
- Advertisment -
Google search engine