@gmail.com

@gmail.com

PM Kisan: ખેડુતોના ખાતામાં આવશે 4000 રૂપિયા, ચાર દિવસમાં જમા કરાવી દો આ ડોક્યુમેન્ટ

PM Kisan સન્માન નિધિ યોજનામાં (PM Kisan Samman Nidhi) મોટા બદલાવ થયા છે. આ યોજનામાં થતી છેતરપિંડી રોકવા માટે કેન્દ્ર સરકારે એક મોટું પગલું ભર્યું છે. હવે કિસાન યોજના (PM KISAN Installment) માં રજીસ્ટ્રેશન માટે રેશન કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું છે. એટલે કે રેશનકાર્ડ વિના હવે કિસાન યોજનાનો આગળનો હપ્તો નહીં મળે. હવે આ યોજનાનો લાભ પીએમ કિસાન પોર્ટલ પર રેશન કાર્ડ નંબર એન્ટર કર્યા પછી જ મળશે. હવે આ યોજના હેઠળ નવા રજીસ્ટ્રેશન પર રેશનકાર્ડ નંબર આપવો ફરજિયાત રહેશે. તે જ સમયે, રેશન કાર્ડની આવશ્યકતા સાથે, હવે રજીસ્ટ્રેશન દરમિયાન ફક્ત દસ્તાવેજોની સોફ્ટ કોપી (પીડીએફ) બનાવવાની અને પોર્ટલ પર અપલોડ કરવાની રહેશે.

PM Kisan હેઠળ ખેડૂતોના ખાતામાં 4 હજાર રૂપિયા આવશે?

આ યોજના હેઠળ જે ખેડૂતોને તેમના ખાતામાં PM કિસાનનો 9મો હપ્તો મળ્યો નથી તેમને હવે આગલા હપ્તાની સાથે અગાઉની રકમ પણ મળશે. એટલે કે હવે ખેડૂતોને 4000 રૂપિયા મળશે. પરંતુ તમને જણાવી દઈએ કે આ સુવિધા ફક્ત તે ખેડૂતોને જ મળશે જેમણે 30 સપ્ટેમ્બર પહેલા રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જો તમે પણ અરજી કરી હોય તો તે સ્વીકારવામાં આવે તો તમને એકસાથે 4000 રૂપિયા મળશે.

10મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે ખેડૂતો

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હવે ખેડૂતો 10મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. અત્યાર સુધીમાં આ યોજનાના 9 હપ્તા ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે પીએમ કિસાન યોજના હેઠળ કેન્દ્ર સરકાર 2000 રૂપિયાના ત્રણ હપ્તા એટલે કે 6000 રૂપિયા સીધા ખેડૂતોના ખાતામાં મોકલે છે. આ યોજનાનો હેતુ દેશના ખેડૂતોની આવક વધારવાનો અને તેમને સીધી રીતે આર્થિક મદદ કરવાનો છે.

Also Read: નૉ યોર ફાર્મર યોજના: ખેડૂત પોતાની પસંદગીનો મોબાઇલ ખરીદી શકશે

રજીસ્ટ્રેશન માટે જરૂરી ડોક્યુમેન્ટ

  1. તમારા માટે બેંક એકાઉન્ટ નંબર હોવો ફરજિયાત છે કારણ કે સરકાર DBT દ્વારા ખેડૂતોને નાણાં ટ્રાન્સફર કરે છે.
  2. તમારું બેંક ખાતું આધાર સાથે લિંક થયેલું હોવું જોઈએ.
  3. તમારી પાસે આધાર કાર્ડ હોવું ફરજિયાત છે. આના વિના તમે આ યોજનાનો લાભ લઈ શકશો નહીં.
  4. તમારા ડોક્યુમેન્ટ PM કિસાનની વેબસાઇટ pmkisan.gov.in પર અપલોડ કરો.
  5. આધાર લિંક કરવા માટે, તમે Farmer Cornerના વિકલ્પ પર જાઓ અને Edit Aadhaar Detailના વિકલ્પ પર ક્લિક કરીને અપડેટ કરો.
- Advertisment -
Google search engine