PM Kisan Yojana: આ દિવસે ખેડૂતોના ખાતામાં આવશે 6000 રૂપિયા

PM Kisan Yojana: સરકારે PM કિસાન યોજના હેઠળ 10મો હપ્તો આપવાની તારીખ નક્કી કરી દીધી છે. હજુ પણ તમે રજીસ્ટ્રેશન ન કર્યું હોય તો હાલ જ કરી લેજો.v

PM Kisan Yojana નો ક્યારે આવશે 10મો હપ્તો

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો 10મો હપ્તો આપવાની યોજના સરકાર બનાવી રહી છે. સરકારે ગયા વર્ષે 25 ડિસેમ્બર 2020ના રોજ ખેડૂતોને પૈસા ટ્રાંસફર કર્યા હતા. 

6000 રૂપિયા વાર્ષિક ખેડૂતોને આપે છે

PM Kisan Yojana હેઠળ દેશભરમાં કરોડો ખેડૂતોને 6 હજાર રૂપિયા વાર્ષિક મળે છે. સરકાર આ રકમ ખેડૂતોના ખાતામાં ઓનલાઇન ટ્રાંસફર કરે છે. જો તમે પણ ખેડૂત છો અને આ તકનો લાભ નથી ઉઠાવ્યો તો હાલ જ  તમારું નામ રજીસ્ટર કરો જેથી તમે આ તકનો લાભ લઇ શકો. 

રજીસ્ટ્રેશન માટે કયા ડોક્યુમેન્ટ જરૂરી?

  1. તમારી પાસે ખેતીની જમીનના કાગળ હોવા જોઇએ
  2. આધાર કાર્ડ,
  3. અપડેટેડ બેન્ક અકાઉન્ટ,
  4. એડ્રેસ પ્રુફ,
  5. ખેતી સંબંધી જાણકારી અને
  6. પાસપોર્ટ સાઇઝ ફોટો

Also Read: માર્ગ અકસ્માતના કેસમાં ગુજરાત સરકાર કરશે 50 હજાર સુધીની સહાય

આ રીતે કરો રજીસ્ટ્રેશન

  • હવે PMની આધિકારીક વૅબસાઇટ પર https://pmkisan.gov.in/ પર જાઓ અને ન્યૂ રજીસ્ટ્રેશન પર ક્લિક કરો
  • નવા પેજ પર પોતાનો આધાર નંબર લખો જે બાદ રજીસ્ટ્રેશન ફોર્મ ખુલશે. 
  • રજીસ્ટ્રેશન ફોર્મમાં માંગેલી જાણકારી ભરવી. 
  • જે બાદ પોતાનું નામ, જેન્ડર, આધારકાર્ડ નંબર વગેરે ભરવાનો રહેશે
  • તમારા ખેતર વિશેની જાણકારી, સર્વે નંબર કે ખાતા નંબર વિશેની જાણકારી આપવાની રહેશે.
  • આ બધી જાણકારી બાદ સેવ બટન પર ક્લિક કરી ફોર્મ સબમિટ કરી દેવાની રહેશે.