પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજના – PM Kisan Samman Nidhi Yojana

PM Kisan Samman Nidhi: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (પીએમ-કિસાન) એ દેશના તમામ જમીન ધરાવતા ખેડૂત પરિવારોને કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓ તેમજ ઘરેલુ જરૂરિયાતો સંબંધિત વિવિધ સામગ્રીઓ ખરીદવા માટે તેમની આર્થિક જરૂરિયાતો પૂરી પાડવા માટે આવક સહાય પૂરી પાડવા માટેની નવી કેન્દ્રીય ક્ષેત્રની યોજના છે.

PM Kisan Samman Nidhi સહાયનું ધોરણ:

  • ખેડૂત કુટુંબને પ્રતિ વર્ષ રૂ.૬૦૦૦/- સહાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડી.બી.ટી.) માધ્યમથી મળવાપાત્ર થશે.
  • જે ત્રણ સમાન હપ્તામાં ચાર માસના અંતરે ચુકવવામાં આવશે.
  • જેમાં પહેલા હપ્તા તરીકે તારીખ ૦૧/૧૨/૨૦૧૮ થી ૩૧/૦૩/૨૦૧૯ સુધીનો સમયગાળો રહેશે.
  • ત્યાર બાદ દર ચાર માસના અંતરે બીજા હપ્તાઓ ચુકવવામાં આવશે.

યોજના હેઠળ મળતા લાભ:

  • PM Kisan Samman Nidhi યોજના અંતર્ગત, તમામ જમીનધારક ખેડુતોના પરિવારોને પરિવાર દીઠ દર ચાર માસે રૂ. 2000ના ત્રણ સમાન હપ્તામાં કુલ રૂ .6000 વાર્ષિક ચૂકવવાપાત્ર. 

અરજી કઈ રીતે કરશો?

  • પાત્રતા ધરાવતા ખેડુતો ગામના તલાટી,મહેસૂલ અધિકારી,અથવા અન્ય નિયુક્ત અધિકારીઓ / એજન્સીઓ સમક્ષ અરજી કરી શકે છે અને તેમની જરૂરી વિગતો તેમને સુપરત કરી શકે છે.
  • ફીની ચુકવણી કર્યા પછી ખેડુતો યોજનામાં નોંધણી માટે તેમના નજીકના સામાન્ય સેવા કેન્દ્રો (સીએસસી) ની મુલાકાત પણ લઈ શકે છે.
  • ખેડૂત પીએમ કિસાન પોર્ટલ પર ખેડૂત કોર્નર દ્વારા તેમની સ્વ-નોંધણી પણ કરી શકે છે. નોંધણીની સ્થિતિ ચકાસવા માટે, અહીં ક્લિક કરો.
  • નોંધણી માટે જરૂરી વિગતોમાં નામ, ઉંમર, લિંગ, કેટેગરી (એસસી / એસટી), આધાર નંબર (જો આધાર નંબર ઉપલબ્ધ કરવામાં ન આવ્યો હોય તો,ડ્રાઇવિંગ લાઇસન્સ,મતદાર આઈડી કાર્ડ, નરેગા જોબ કાર્ડ અથવા કેન્દ્ર / રાજ્ય / સંયુક્ત રાજ્ય સરકાર અથવા તેમના અધિકારીઓ દ્વારા જારી કરાયેલ અન્ય ઓળખ દસ્તાવેજો, વગેરે જેવા ઓળખના હેતુ માટે અન્ય નિયત દસ્તાવેજો સાથે આધાર નોંધણી નંબર), બેંક એકાઉન્ટ નંબર અને લાભકર્તાઓનો મોબાઇલ નંબરનો સમાવેશ થાય છે.

જરુરી ડોક્યુમેંટ:

ભારત સરકાર  આ યોજનાનો લાભ લેવા માટે દસ્તાવેજો નક્કી કરેલા છે. Documents Required for PM Kisan Samman Nidhi Registration નીચે મુજબ છે.

  • 8-અ નો ઉતારો
  • 7/12  નો ઉતારો
  • આધારકાર્ડ
  • જો આધારકાર્ડ ન હોય તો એનરોલમેન્‍ટ નંબર, ડ્રાઈવીંગ લાઈસન્‍સ, ચૂંટણીકાર્ડ, નરેગા જોબ પૈકી એકની નકલ
  • બેંક પાસબુકની ઝેરોક્ષ અથવા કેન્‍સલ ચેક

Also Read:માર્ગ અકસ્માતના કેસમાં ગુજરાત સરકાર કરશે 50 હજાર સુધીની સહાય

PM Kisan Helpline Number

આ યોજનાનો લાભ 2 હેક્ટર કરતા ઓછી જમીન ધરાવતા હોય તો મળવાપાત્ર છે. જો તમે કોઈની જમીનની વાવણી કરતા હોય અથવા ખેતમજૂરી કરતા હોય તો PMKSY નો લાભ મળશે નહીં. ભારત સરકાર દ્વારા સન્માન નિધિ પેટે રૂ.2000 નાખવામાં આવે છે જો તમને આ સહાયની રકમ જમા ન થઈ હોય તો નીચે આપેલ હેલ્પલાઈન નંબર પર કોલ કરી શકો છો.

  • PM Kisan  Sanman Nidhi Yojana Landline Numbers: 011—23381092, 23382401
  • PM Kisan Yojana Toll Free Number: 1800-115-5266

વધુ વિગતો માટે પીએમ કિસાન પોર્ટલની મુલાકાત લો.