ગુજરાત સરકારે શરૂ કર્યો માર્ગ મરામત મહાઅભિયાન (તા.1થી 10 ઓક્ટોબર 2021) માર્ગ મરામત માટે નંબર જાહેર કર્યા

જાણો કેટલી મળી રજુઆતો – માર્ગ મરામત માટે નંબર જાહેર કર્યાના 12 જ કલાકમાં ગુજરાત સરકાર સામે આટલી ફરિયાદોનો થઈ ગયો ઢગલો જુઓ.

ગુજરાતમાં 1થી 10 ઓક્ટોબર સુધી ચાલશે માર્ગ મરામત મહાઅભિયાન, ફરિયાદનો ખડકલો થતાં જે તે તાલુકા તંત્રને કરાઇ જાણ.

  1. ગુજરાત સરકારનું માર્ગ મરામત અભિયાન થશે ચાલુ.
  2. 12 કલાકમાં 7 હજાર ફરિયાદ મળી.
  3. 1થી 10 ઓક્ટોબર સુધી ચાલશે માર્ગ મરામત મહાઅભિયાન જાણો.

ગુજરાતની ભૂપેન્દ્ર સરકાર એક બાદ એક મોટા નિર્ણય લઈ રહી છે જુઓ.

ગુજરાતની સરકાર હવે એક બાદ એક મોટા નિર્ણય લઈ રહી છે. તમામ મંત્રી પણ પોત પોતાના ખાતે ફળવાયેલા મંત્રાલયોમાં સારામાં સારા કામ થાય તે માટે મથી રહ્યા છે.

ગુજરાતમાં છેલ્લા 15 દિવસમાં અનેક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે. જેના કારણે શહેરથી માંડીને ગામડાના રસ્તા ખખડધજ હાલતમાં થઈ ગયા છે જેને રીપેર કરવા ગુજરાત સરકાર દ્વારા માર્ગ મરામત મહા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

કેબિનેટ મંત્રી પુર્ણેશ મોદીએ ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી ગઈ કાલે સાંજે આપી હતી. જે સંદેશો લોકો સુધી પહોંચતા બહોળી સંખ્યામાં રોડ રિપેર કરવાની ફરિયાદો મળી રહી છે.

12 કલાકમાં 7 હજાર ફરિયાદ મળી

સરકારના માર્ગ મરામત મહાઅભિયાનને મળ્યો ખુબ સારો પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. રોડ પરના ખાડાને લઇને છેલ્લા 12 કલાકમાં 7 હજારથી વધુ ફરિયાદ મળી ચૂકી છે.
માર્ગ અને મકાન વિભાગે જાહેર કરેલા વોટ્સએપ નંબર પર સ્ટેટ હાઇવે, પંચાયત હસ્તકના રસ્તાઓને લઇ ફરિયાદ મળી રહી છે.
જે આધારે તાલુકા તંત્ર સાથે સંકલન કરી રોડ રિપેર કરવાની કામગીરી ચાલુ કરવામાં આવશે.
તમામ ફરિયાદ જે તે જવાબદાર અધિકારીઓને મોકલી દેવામાં આવી છે. અને જો વધુ પડતી ફરિયાદ આવે તો રોડ કિ.મી પ્રમાણે અધિકારીઓને જવાબદારી સોંપવાની વિચારણા ચાલી રહી છે.

1થી 10 ઓક્ટોબર સુધી ચાલશે ગુજરાત સરકારનું આ માર્ગ મરામત મહાઅભિયાન:

  • આવતા સપ્તાહથી ગુજરાત સરકારે માર્ગ મરામત મહા અભિયાન શરૂ કરવા જઈ રહી છે. ગુજરાત ભરમાં 1થી 10 ઓક્ટોબર સુધી માર્ગ મરામત મહાઅભિયાન ચાલશે જેમાં નાના રસ્તાથી માડી હાઇવે પર વરસાદને કારણે પેલા ખાડાઓને થિગડા મારવામાં આવશે એટલે કે મોટા પાયે રિપેરિંગ કરવામાં આવશે.
  • આ માટે ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા નવો નુસખો અપનાવવામાં આવ્યો છે.
  • જેમાં ઓનાલાઈન તમારી આપપાસના ખરાબ રસ્તા જે રીપેર કરવા લાયક હોય તો તેની વિગતો સરકારે આપેલા વોટ્સએપ નંબર પરથી જાણી વિભાગે બહાર પાડેલા ઈમેલ એડ્રેસ પર માગેલી તમામ વિગતો સાચી ફોટા સાથે ભરવાની રહેશે.
  • જેથી આવતા સપ્તાહમાં 1 થી 10 તારીખની વચ્ચે રોડ રીપેર થઈ જાય.

જાણો તમારા વિસ્તારનો રોડ રીપેર કરાવવા શું કરવું?

માર્ગની મરામત માટે વોટ્સએપ નંબર દ્વારા જાણ કરી શકાશે, જે માટે 99784 03669 વોટ્સએપ નંબર બહાર પાડવામાં આવ્યો છે.

  • જેમાં તમારૂ નામ,
  • મોબાઇલ નંબર
  • મરામતવાળી જગ્યાનું પુરૂ સરનામું
  • ગામનું નામ,
  • તાલુકાનં નામ
  • જિલ્લાનું નામ,
  • પીનકોડ સહિતનું સંપૂર્ણ સરનામું મોકલવું.

ઉક્ત જણાવેલ બાબતો સાથે જ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ એ પણ અપીલ કરી છે કે માત્ર વોટ્સએપ દ્વારા જ વિગત આપો અથવા તા-1થી 10 ઓક્ટોબર 2021 સુધી ગુજરાત સરકાર હસ્તકના માર્ગમાં ખાડા કે મરામત નો શ્ન હોયતો, http://shorturl.at/gkwzR અથવા ઈમેલ ઉપર કરવા માટે min-rnb@gujarat.gov.in પર જઈ તમારે વિગતો ઓનલાઇન ભરવાની રહેશે.

આવી વધુ માહીતી માટે અમારી સાથે ટેલેગ્રામ તથા વોટ્સએપ માધ્યમથી અમારી સાથે જોડાયેલા રહો.

અમારી વેબસાઇટ widenews.in ની મુલાકાત લેવા બદલ ખૂબ ખૂબ આભાર…