નૉ યોર ફાર્મર યોજના: ખેડૂત પોતાની પસંદગીનો મોબાઇલ ખરીદી શકશે

આ યોજના કેન્દ્ર સરકારની નૉ યોર ફાર્મર યોજના હેઠળ તૈયાર થશે. આ યોજનામાં 15 હજારની કિંમત સુધીનો સ્માર્ટ ફોન ખેડૂતે પોતે તેની પસંદગી પ્રમાણેનો ખરીદવોના રહેશે. આ માટે આઇ-પોર્ટલ પર અરજીઓ મંગાવવામાં આવશે. એક લાખ કરતા વધારે અરજી આવશે તો તેનો ડ્રો થશે અને ડ્રોમાં જે ખેડૂતની પસંદગી થશે તે ખેડૂતને મોબાઇલ ફોન અપાશે. મોબાઇલ માટેનું ધિરાણ કો-ઓપરેટિવ બેન્ક કરશે અને તેના હપ્તા ખેડૂતે ચૂકવવાના રહેશે, પણ વ્યાજ રૂ. 1500 જેટલું સરકાર ભોગવશે.મોબાઇલ ખરીદયા પછી તેનું બિલ ગ્રામ પંચાયતમાં વીએલસી સમક્ષ રજૂ કરવાનું રહેશે

નૉ યોર ફાર્મર યોજના

  • ડેટા એકત્ર કરવા હવે સરકાર 1 લાખ ખેડૂતોને સ્માર્ટ ફોન આપશે,
  • 15 હજારના ફોન માટે લોન મળશે,
  • વ્યાજ સરકાર ચૂકવશે

ખેડૂતોને પાક, સબસિડી, હવામાનની માહિતી મળશે

નૉ યોર ફાર્મર યોજના: ખેડૂતની વ્યકિતગત માહિતી જોઇએ તો મળવી મુશ્કેલ બને છે. આથી દરેક ખેડૂતનું મોબાઇલના નંબરના આધારે એક એકાઉન્ટ બનશે. આ એકાઉન્ટમાં ખેડૂતની તમામ વિગત મેઇન્ટેન કરાશે.જ્યારે પણ કોઇ માહિતી જોઇએ તો તે તાત્કાલિક સીધી કૃષિ વિભાગ જ મેળવી શકે તેટલા માટે સ્માર્ટ ફોનના આધારે એકાઉન્ટ તૈયાર થશે. કેટલા ખેડૂતોએ કયો પાક વાવ્યો હતો, કેટલા ખેડૂતને સબસિડી મળી અને કેટલાને નથી મળી,પાકલક્ષી,હવામાનના સંદેશ જેવી અનેક બાબતો તાત્કાલિક મળી રહે તેટલા માટે સ્માર્ટ ફોન અપાશે.

Also Read: ખેડૂતોને ખેતીની જમીન ખરીદવા માટે મળશે નાણાંકીય સહાય યોજના

કેવી રીતે અરજી કરવી?

  • અરજી ઓનલાઇન I khedut Portal પર કરવાની રહેશે.