Jio 90 Days Validity Prepaid Recharge Plans: જિયોની 90 દિવસની વેલિડિટી સાથે ધમાકેદાર ઓફર, મળશે 180GB ડેટા

Jio 90 Days Validity Prepaid Recharge Plans: રિલાયન્સ જિયો પોતાના ગ્રાહકો માટે શાનદાર નવુ રિચાર્જ પ્લાન લઈને આવ્યું છે. કંપનીએ જિયો યૂઝર્સ માટે Jio 90 Days Validity Prepaid Recharge Plans ધમાકેદાર પ્રીપેડ પ્લાન પોતાના યુઝર્સ સમક્ષ રજુ કર્યો છે. આ પ્લાનમાં જિયો કંપની તમને ટોટલ 180 જીબી ડેટા ઓફર કરી રહી છે.

JIO ના આ પ્લાન મા ગજબ ના લાભ

નવી દિલ્હીઃ Jio 90 Days Validity Prepaid Recharge Plans: ટેલીકોમ સેક્ટરની નંબર વન કંપની રિલાયન્સ જિયોની પાસે હવે દરેક પ્રકારના રિચાર્જ પ્લાન ઉપલબ્ધ છે. જો તમે પણ વારંવાર રિચાર્જની ઝંઝટથી થાકી ગયા હોય તો જિયો કંપનીના લોન્ગ ટર્મ વેલિડિટીવાળા રિચાર્જ પ્લાનનો ફાયદો તમે ઉઠાવી શકો છો. જિયો કંપનીના લિસ્ટમાં એવા ઘણા પ્લાન હાજર છે, જેમાં તમને એક મહિનાથી વધારે વેલિડિટી ઓફર કરવામાં આવે છે. આજે અમે જિયોના જે રિચાર્જ પ્લાનની જાણકારી તમને આપવાના છીએ જેમાં જિયો કંપની લાંબી વેલિડિટીની સાથે તમને 180GB ડેટા પણ ઓફર કરી શકે છે.

આ પણ વાંચો: ખેતરની ફરતે લોખંડની કાંટાળી તારની વાડ બનાવવા માટે ખેડૂતોને મળશે નાણાકીય સહાય

જિયોના ઘણા એવા યૂઝર્સ છે જે લાંબી વેલિડિટીવાળા પ્લાન્સને ખુબજ વધારે પસંદ કરે છે. જિયોની પાસે 56 દિવસ, 84 દિવસ, 90 દિવસ અને 365 દિવસના ઘણા રિચાર્જ પ્લાન ઉપલબ્ધ છે. જો તમે પણ વારંવાર રિચાર્જ કરાવવાની ઝંઝટમાંથી મુક્તિ મેળવવા માંગો છો તો તમે પણ આ પ્લાનનો ફાયદો ઉઠાવી શકો છો. જિયોના લિસ્ટમાં 90 દિવસની વેલિડિટીવાળા ખુબજ સસ્તા પ્લાન હાજર છે, જેમાં તમને શાનદાર બેનિફિટ્સ પણ મળે છે.

Jio 90 Days Validity Prepaid Recharge Plans: જિયોના પ્લાનમાં ગજબની ઓફર્સ

જિયોના 90 ડેવાળા રિચાર્જ પ્લાન્સમાં તમને ઘણા ફાયદા મળે છે. સૌથી મોટા ફાયદાની વાત છે કે તમને તેમાં ત્રણ મહિના એટલે કે 90 દિવસની વેલિડિટી મળે છે. આ પ્લાનમાં તમને કુલ 180 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. તમે દરરોજ 2જીબી ડેટાનો ઉપયોગ કરી શકો છો. આ સિવાય તમે 90 દિવસ સુધી દરેક નેટવર્ક પર અનલિમિટેડ ફ્રી કોલિંગનો લાભ લઈ શકો છો. આ પ્લાન માટે તમારે 749 રૂપિયા ખર્ચ કરવા પડશે.

OTT સ્ટ્રીમિંગની મજા

જિયોના 749 રૂપિયાવાળા પ્લાનના બીજા બેનિફિટ્સની વાત કરીએ તો તેમાં કંપની તમને દરરોજ 100 SMS પણ ઓફર કરે છે. જો તમે ઓટીટી સ્ટ્રીમિંગ ઈચ્છો તો તમને જિયો સિનેમાનો પણ લાભ મળે છે. આ સાથે જિયો ટીવી અને જિયો ક્લાઉડનું પણ ફ્રી સબ્સક્રિપ્શન મળે છે. જિયોના આ પ્લાનમાં તમામ યૂઝર્સને અનલિમિટેડ 5જી ડેટાનો પણ લાભ મળે છે.

સત્તાવાર વેબસાઈટ