આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક કરવાને લઇને આવ્યા મહત્વના ( રાહતના) સમાચાર જુઓ

આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક કરવાને લઇને આવ્યા મહત્વના ( રાહતના) સમાચાર જુઓ: આધાર અને પાન લિંક કરાવવાની પહેલાં છેલ્લી તારીખ 20 સપ્ટેમ્બર હતી જેમાં સુધારો થઇને હવે 31 માર્ચ, 2022 થઈ,

આધાર-PAN લિંક નહીં કરો તો તમારું પેન ઈનઓપરેટિવ (નિષ્ક્રિય) જાહેર કરી દેવામાં આવશે
ઈનઓપરેટિવ પેનનો ઉપયોગ કરવા બદલ 10,000 રૂપિયાનો દંડ થઈ શકે છે

આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક

કેન્દ્ર સરકારે પેન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાની છેલ્લી તારીખ એકવાર ફરીથી લંબાવી છે. આની પહેલાં આધાર સાથે પેન કાર્ડ લિંક કરાવવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર હતી, તે લંબાવીને 31 માર્ચ, 2022 કરી છે. આ જાણકારી નાણાં મંત્રાલયે આપી છે.

જો તમે આ તારીખ સુધીમાં આધાર-PAN (પરમેન્ટ એકાઉન્ટ નંબર) લિંક નહીં કરો તો તમારું પેન ઈનઓપરેટિવ (નિષ્ક્રિય) જાહેર કરી દેવામાં આવશે. ઈનઓપરેટિવ પેનનો ઉપયોગ કરવા બદલ 10,000 રૂપિયાનો દંડ થઈ શકે છે.

આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે પેનને આધાર સાથે કેવી રીતે લિંક કરી શકાય છે…

આ રીતે ચેક કરો આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક છે કે નહીં

  • સૌપ્રથમ ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની ઓફિશિયલ વેબસાઈટ incometax.gov પર જાઓ.
  • અહીં નીચેની તરફ લિંક આધાર સ્ટેટસનો ઓપ્શન દેખાશે, તેના પર ક્લિક કરો.
  • ત્યારબાદ બીજું પેજ ઓપન થશે જ્યાં તમારે તમારો આધાર અને પેન નંબર નાખીને વ્યૂ આધાર લિંક સ્ટેટસ પર ક્લિક કરવું પડશે.
  • તેના પર ક્લિક કરતાં જ સ્ક્રિન પર આધાર-પેન સાથે લિકં છે કે નહીં, તેની જાણકારી સામે આવી જશે.
image

આ રીતે માત્ર એક મેસેજથી આધાર અને પાનને લિંક કરી શકો છો નીચેથી જાણ કેવી રીતે ?

  • તેના માટે તમારે તમારા ફોનમાં UIDPAN ટાઈપ કરવું પડશે. ત્યારબાદ સ્પેસ આપીને તમારો આધાર નંબર અને ત્યારબાદ સ્પેસ આપીને પેન નંબર એન્ટર કરવો પડશે.
  • ઉદાહરણ માટેઃ UIDPAN 0000011112222 AAAPA7777Q ટાઈપ કરીને 567678 અથવા 56161 પર મેસેજ કરવો.
  • ત્યારબાદ આવકવેરા વિભાગ તમારા બંને નંબરને લિંક કરવાની પ્રોસેસમાં નાખી દેશે.

આ રીતે ઓનલાઈન પણ આધાર અને પાનને લિંક કરી શકો છો :

સૌપ્રથમ ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની ઓફિશિયલ વેબસાઈટ incometax.gov પર જવું. તેમાં નીચેની તરફ લિંક આધારનો ઓપ્શન મળશે. તેના પર ક્લિક કરતા જ એક નવું પેજ ઓપન થશે.
તેમાં તમારે PAN નંબર, આધાર નંબર અને આધાર કાર્ડમાં નોંધાયેલું નામ નાખીને લિંક આધાર પર ક્લિક કરવું પડશે.
ત્યારબાદ આવકવેરા વિભાગ તમારા બંને નંબરને લિંક કરવાની પ્રોસેસમાં નાખી દેશે.

જો તમારુ આધાર અને પાન કાર્ડ લિંક નહીં થાય તો પાન નિષ્ક્રિય થઈ જશે

  • ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના અનુસાર, જો કોઈ પેન કાર્ડ હોલ્ડર્સ પેનને આધાર સાથે લિંક નહીં કરાવે તો તેમનું પાન ઈનઓપરેટિવ ( સ્થગિત ) જાહેર કરી દેવામાં આવશે.
  • ત્યારબાદ નાણાકીય લેવડદેવડમાં પાન કાર્ડ નો ઉપયોગ થઈ શકશે નહીં.
  • જો તમે તમારા બેંક અકાઉન્ટમાંથી 50 હજાર રૂપિયાથી વધુની રકમ ઉપાડો અથવા જમા કરી રહ્યા છો તો તમારે પાન કાર્ડ દેખાડવું પડશે. આવી સ્થિતિમાં જો પાન નિષ્ક્રિય છે તો 50 હજાર રૂપિયાથી વધારેની લેવડદેવડ નહીં કરી શકો.

Also Read : માછીમારો માટે મહત્વનો નિર્ણય, ડીઝલ સબસીડી સીધી ખાતામાં જમા થશે

તમારા રોકાણના પૈસા પણ અટકી શકે છે

સેબીના જણાવ્યા પ્રમાણે, જો 30 સપ્ટેમ્બર સુધી પેન અને આધાર લિંક નહીં કરાવો તો પેન નિષ્ક્રિય થઈ જશે. જો પેન નહીં હોય તો કોઈપણ ટ્રાન્ઝેક્શન નહીં થાય.

ડબલ TDS ચૂકવવો પડશે

​​​​​​​CA અભય શર્માના અનુસાર, જો કોઈ વ્યક્તિની પાસે એક્ટિવ પેન નંબર નથી તો બેંક તમારી આવક પર 20%ના દરેથી TDS કટ કરશે.

દંડ પણ ફટકારવામાં આવી શકે છે

નિયમના અંતર્ગત જો તમારું પેન નિષ્ક્રિય થઈ જાય છે અને તેમ છતાં તમે તેનો ઉપયોગ બેંકની લેવડદેવડ અથવા અન્ય જગ્યાએ કરો છો તો એવું માનવામાં આવશે કે તમે કાયદાના અંતર્ગત પેન નથી આપ્યું. આવી સ્થિતિમાં તમારી ઉપર ઈન્કમ ટેક્સ એક્ટની કલમ 272B અંતર્ગત 10,000 રૂપિયાનો દંડ થઈ શકે છે. એક્ટની કલમ 139A અંતર્ગત માગવામાં આવે તો PAN દર્શાવવું ફરજિયાત છે. જો કે બેંક અકાઉન્ટ ખોલાવવા અથવા ડ્રાઈવિંગ લાઇસન્સ બનાવવા માટે નિષ્ક્રિય પેનનો ઉપયોગ કરવા પર દંડ થશે નહીં