ગુજરાતમાં 29 અને 30 સપ્ટેમ્બર અતિભારે વરસાદની આગાહી

ગુજરાતમાં આગામી 3 દિવસ ભારે વરસાદ અને 29 અને 30 સપ્ટેમ્બર અતિભારે વરસાદની આગાહી

  • જુઓ ક્યાં ક્યાં જિલ્લામાં છે આગાહી?
  • આગામી 5 દિવસ સુધી સમગ્ર રાજ્યમાં વરસાદની હવામાન વિભાગની આગાહી

આગામી પાંચ દિવસ વરસાદની આગાહી

હવામાન વિભાગ મુજબ, અરબ સાગરના ઉત્તરમાં સર્જાયેલા લો પ્રેશરના પરિણામે રાજ્યમાં ફરીથી વરસાદી માહોલ બની રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ 26 તારીખે બનાસકાંઠા, સાબરકાંઠા, છોટા ઉદેપુર, ભરુચ અને સુરત જિલ્લામાં વીજળીના ચમકારા સાથે ભારે વરસાદની આગાહી છે. જ્યારે 29 અને 30 સપ્ટેમ્બર સાઉથ ગુજરાત, મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.

વરસાદની આગાહી

Also Read: ઈન્ડિયન નેવીમાં વિવિધ જગ્યાઓ પર ભરતીની જાહેરાત

છેલ્લા 24 કલાકમાં 81 તાલુકાઓમાં મેઘમહેર

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 81 તાલુકામાં મેઘમહેર થઈ છે, જેમાં સૌથી વધુ વરસાદ સુરત, દ્વારકા, નવસારી, કચ્છ અને ગાંધીનગર જિલ્લામાં થયો છે. પલસાણા, કલ્યાણપુર અને દ્વારકામાં એકથી દોઢ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં સીઝનનો અત્યારસુધીમાં 27 ઈંચ સાથે 81.91 ટકા વરસાદ થયો છે, જ્યારે ચોમાસાની સીઝન પૂરી થવામાં હોવાથી હજી રાજ્યનાં 17 તાલુકામાં 50 ટકાથી ઓછો વરસાદ થયો છે.