PSI-ASIની 1382 જગ્યાઓ માટે આવેદન કરવાની તારીખ લંબાઈ, જલદીથી અરજી કરો

PSI-ASI: ગુજરાત પોલીસમાં પીએસઆઈ-એએસઆઈની બમ્પર ભરતી ખુલી છે. હકિકતમાં આ ભરતીની જાહેરાત તો માર્ચ 2021માં કરવામાં આવી હતી પરંતુ કોરોનાના કારણે તેની પરીક્ષાઓ લઈ શકાઈ નહોતી ત્યારે કોવીડ-19ના કારણે જે ઉમેદવારોએ અરજી ફોર્મ (Gujarat PSI Recruitment 2021 Last date of online Application) ભરી શકેલ નથી તેવા ઉમેદવારોને ઓનલાઇન અરજી કરવા તક આપવામાં આવનાર છે તેમ તા.22/9 નારોજ વેબસાઇટ ઉપર જણાવવામાં આવ્યું હતું. હવે પીએસઆઈની પરીક્ષાની આ ઓનલાઇન અરજીની તારીખ લંબાવવામાં આવી છે. ઉમેદવારો 27મી ઑક્ટોબર સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકશે.

ગુજરાત પોલીસમાં હથિયારધારી પોલીસની સબ ઇન્સ્પેક્ટરની 202 જગ્યા છે અને મહિલા માટે 98 જગ્યા છે. જ્યારે પોલીસ સબ ઇન્સ્પેકટર પ્લાટુન કમાન્ડર માટે ફક્ત પુરૂષોની 72 જગ્યા છે. આ ઉપરાંત ઈન્ટેલીજન્સ ઓફિસરની કુલ 18 પુરૂષોની અને 9 મહિલાઓની જગ્યા છે. જ્યારે બિન હથિયારધારી પોલીસ મદદનીશ સબ ઈન્સપેક્ટરની પુરૂષોની 659 અને મહિલાઓની 324 જગ્યા છે. આમ કુલ પુરૂષોની 951 અને મહિલાઓની 431 જગ્યાઓ છે.

PSI-ASI ની શૈક્ષણિક લાયકાત

આ નોકરી માટે કોઈ પણ ઉમેદવારે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએશનનો કોર્સ કર્યો હોવો અનિવાર્ય છે. જયારે ઉમેદવારોની ઉંમર લઘુત્તમ 21 વર્ષ અને મહત્તમ 35 વર્ષ હોવી જોઈએ. ઉંમરમાં અનામત કેટેગરીના ઉમેદવારોને નિયમ મુજબ છૂટછાટ મળે છે.

.

પોસ્ટ :PSI-ASI ઇન્ટેલિજન્સ ઓફિસર
જગ્યા :1382
શૈક્ષણિક લાયકાત :માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ગ્રેજ્યુએશન
ઉંમર મર્યાદા :લઘુત્તમ 21 વર્ષ અને મહત્તમ 35 વર્ષ
પસંદગી :શારિરીક કસોટી અને લેખિત પરીક્ષાઓના આધારે
અરજી કરવાની ફીસ :100 રૂપિયા
અરજી કરવાની અંતિમ તારીખ :27 ઑક્ટોબર 2021
નોટિફિકેશન વાંચવા :અહીંયા વાંચીને નોટિફિકેશન તેમજ ભરતીને લગતી બાબતો વાંચો
ઓનલાઇન એપ્લાય કરવાઓનલાઇન એપ્લિકેશન કરવા માટે : ઓનલાઇન એપ્લાય કરવા માટે અહીંયા ક્લિક કરો

Also Read: રાજ્ય સરકારે ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કર્યું. પ્રતિ હેક્ટરે મળશે 13 હજારની સહાય

અરજી કેવી રીતે કરશો?

PSI-ASI ઉપરની પોસ્ટ માટે અરજી કરવા માંગતા ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ માટે https://ojas.gujarat.gov.in/ વેબસાઇટ પરથી ઓનલાઇન અરજી જ કરવાની રહેશે. 27 ઓક્ટોબરથી રાત્રિના 11:59 વાગ્યાથી અરજી કરી શકાશે. આ માટે જરૂરી સૂચનાઓ પણ આ વેબસાઇટ પર આપવામાં આવશે.