માછીમારો માટે મહત્વનો નિર્ણય, ડીઝલ સબસીડી સીધી ખાતામાં જમા થશે

મત્સ્યોદ્યોગ ક્ષેત્રે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. માછીમારોને અપાતી ડીઝલ સબસિડી હવે ઓનલાઇન મળશે.

ડીઝલ સબસીડી

રાજ્યમાં માછીમારોને મળતી ડીઝલ સબસીડી અંગે મોટા સમાચાર સામે આવ્યાં છે. એક કે તેથી વધુ 20 મીટરથી ઓછી લંબાઇની યાંત્રિક હોડીઓ ધરાવનાર રાજ્યના તમામ માછીમારોને એન્જીનના હોર્સ પાવર વાઇઝ અને સરકાર દ્વારા માન્ય ડિઝલ પંપો પાસેથી માછીમારીના હેતુ માટે ખરીદેલ વાર્ષિક ડિઝલના ક્વોટા ઉપર 100 ટકા વેટ રાહત આપવામાં આવે છે, જેને ડીઝલ સબસીડી પણ કહેવામાં આવે છે. મત્સ્યોદ્યોગ ક્ષેત્રે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. માછીમારોને અપાતી ડીઝલ સબસિડી હવે ઓનલાઇન મળશે.

ડીઝલ સબસીડી સીધી ખાતામાં જમા થશે

હવે સબસિડી ની રકમ માછીમારોના ખાતામાં સીધી જમા થશે. અગાઉ સબસીડીની ચુકવણી માટે આ બિલો મેન્યુઅલી રજૂ કરવા પડતા હતા અને ત્યારબાદ બધી પ્રક્રિયા થતી હતી, જેમાં સમય વધુ બગડતો હતો અને પૈસા મોડા મળતા હતા. પણ હવે રાજ્યના માછીમારોને સબસીડી માટે રાહ નહીં જોવી પડે. રાજ્ય સરકારના આ નિર્ણયથી રાજ્યના 10 હજાર માછીમાર પરિવારોને સીધો કાયમી ફાયદો થશે.

  • રાજ્યના માછીમારોને આપવામાં આવતી ડીઝલ સબસિડીની ચૂકવણી હવે ઓનલાઈન કરવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે.
  • એક કે તેથી વધુ 20 મીટરથી ઓછી લંબાઈની યાત્રિક હોડીઓ ધરાવનાર રાજ્યના તમામ માછીમારોને એન્જીનના હોર્સ પાવર વાઇઝ અને સરકાર દ્વારા માન્ય ડીઝોલ પંપો પાસેથી માછીમારી હેતુ માટે ખરીદેલ વાર્ષિક ડીઝલના ક્વોટા પર 100 ટકા વેટ રાહત આપવામાં આવે છે, જેને ડીઝલ સબસીડી કહેવાય છે.
  • હવે આ સબસીડીની રકમ માછીમારોના ખાતામાં સીધી જમા થશે. રાજ્ય સરકારના આ નિર્ણયથી રાજ્યના 10 હજાર માછીમાર પરિવારોને સીધો કાયમી ફાયદો થશે.

Also Read: ૨૧ તારિખ સુધી ભારેથી અતી ભારે વરસાદની આગાહી.

પહેલા આવતા અંધારા, હવે ખાતા અજવાળશે

ગુજરાતના સમુદ્રમા માછીમારી કરતા માછીમારો ને  સરકાર ડિઝલમાં સબસીડી આપે છે તે સબસીડી મેળવવા માછીમારોને આંખે અંધારા આવી જતા હતા.માછીમારો ને સબસીડી માટે લાઈનોમા ઉભા રહેવા છતાં  દિવસો સુધી વારો ના આવતો હતો અને એ સિવાયની પણ ઝંઝાળ તો રહેતી જ. આમ સબસીડી માટે માછીમારોને નવનેજા પાણી ઉતરી જતાં હતા..ત્યારે, ત્રણ ચાર મહિને એક માસની સબસીડી જમા થતી. ત્યારે હવે ડીઝીટલ માધ્યમથી માછીમારોને ડીઝલની સબસીડી સીધી તેમના ખાતામાં જમા થશે તેવા નિર્ણયથી માછીમારોને મોટી રાહત થઇ છે. આ નિર્ણયથી સબસીડીના નાણા ઝડપથી મળી જશે અને સમય બચી જશે.