પુર્વ મધ્ય રેલવેમાં એપ્રેન્ટીસની ૨૨૦૬ જગ્યાઓની ભરતી । East Central Railway

પુર્વ મધ્ય રેલવેમાં એપ્રેન્ટીસની ૨૨૦૬ જગ્યાઓની ભરતી । East Central Railway 2021

પુર્વ મધ્ય રેલવેમાં એપ્રેન્ટીસની ૨૨૦૬ જગ્યાઓની ભરતી । East Central Railway | ઇલેક્ટ્રોનિક મિકેનિક, ઇલેક્ટ્રિશિયન, મશીનિસ્ટ, મિકેનિક, વાયરમેનની જગ્યાઓ 5 નવેમ્બર, 2021 , સુધીમાં ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકશે

પુર્વ મધ્ય રેલવેમાં આ જગ્યાઓ માટે આવી ભરતી

  1. ઇલેક્ટ્રોનિક મિકેનિક,
  2. ઇલેક્ટ્રિશિયન,
  3. મશીનિસ્ટ,
  4. મિકેનિક,
  5. લેબ આસિસ્ટન્ટ,
  6. ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક વાયરમેન,
  7. ફિટર,
  8. વેલ્ડર વગેરે જગ્યાઓ ભરાશે.

અરજી કરવાની રીત જાણો:

  • ઇચ્છુક ઉમેદવાર ઓફિશિયલ વેબસાઇટ https://recruitmentweb.net ના માધ્યમથી ઓનલાઇન અરજી કરી શકે છે.
  • એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટ આઉટ રૂબરૂ મોકલવાની નથી.

સ્ટાઇપેન્ડ :

  • પસંદગી પામનારા ઉમેદવારોને દર મહિને એપ્રેન્ટિશિપના નિયમ અનુસાર સ્ટાઇપેન્ડ અપાશે.
  • ઉમેદવારની પસંદગી ધોરણ 10 તથા આઈટીઆઈમાં મેળવેલા માર્ક્સના આધારે કરવામાં આવશે.

વય મર્યાદા( ઉંમર ) :

  • જનરલ કેટેગરીના ઉમેદવારોની ઉંમર 15થી 24 વર્ષ વચ્ચે હોવી જોઈએ.
  • એસસી,
  • સટી ઉમેદવારોને પાંચ વર્ષ,
  • ઓબીસી ઉમેદવારોને ત્રણ વર્ષ,
  • દિવ્યાંગ ઉમેદવારોને 10 વર્ષની છૂટછાટ મળશે.

અરજી ફી :

  • જનરલ કેટેગરીના ઉમેદવારો માટે ફી રૂ. 100 છે,
  • જે ઓનલાઇન ભરવાની રહેશે.
  • જ્યારે એસસી, એસટી, દિવ્યાંગ, મહિલા ઉમેદવારોએ એપ્લિકેશન ફી ભરવાની નથી.

શૈક્ષણિક લાયકાત :

  • ઉમેદવારે માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી ધોરણ 10 પાસ કર્યું હોવું જોઈએ.
  • આ સાથે સંબંધિત ટ્રેડની સાથે આઈટીઆઈ પાસ કર્યું હોવું જોઈએ.
  • શૈક્ષણિક લાયકાત સંબંધિત વિસ્તૃત જાણકારી ઓફિશિયલ વેબસાઇટ પર ઉપલબ્ધ છે.

અરજી કરવા માટે ઉપયોગી ઓફિશિયલ વેબસાઇટની લિંક

ઑફિશિયલ વેબસાઇટ: https://recruitmentweb.net/

જાણો અરજી કરવાની છેલ્લી તારીખ :

  • પૂર્વ મધ્ય રેલવેએ એપ્રેન્ટિસની 2206 ખાલી જગ્યા પર ભરતી માટે યોગ્ય ઉમેદવારો પાસેથી અરજી મગાવી ફોર્મ ભરવા માંગતા ઉમેદવારો 5 નવેમ્બર, 2021 સુધીમાં ઓનલાઇન મોડથી અરજી કરી શકશે.

નોંધ :- આટલી પોસ્ટ રિઝર્વ: દાનપુર મંડલ માટે 675, ધનબાદ માટે 156, પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્લાન્ટ ડિપો. માટે 1027, સમસ્તીપુર માટે 191, હરનૌત માટે 110 તથા સોનપુર માટે 47 પોસ્ટ રિઝર્વ રહેશે.