Diwali News: દિવાળીમાં ફટાકડા ફોડવાને લઈ રાજ્ય સરકારે બહાર પાડ્યું જાહેરનામું

Diwali News: ગુજરાતમાં કોરોનાકાળ વચ્ચે ગુજરાતીઓ દિવાળી ઉજવવા થનગનાટ કરી રહ્યાં છે. ત્યારે દિવાળીના તહેવારોમાં ફટાકડા ફોડવા પર રાજ્ય સરકારે સમય મર્યાદા રાખી છે.

સરકારના જાહેરનામા મુજબ, રાજ્યમાં રાત્રે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે. આ ઉપરાંત જાહેરમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકાયો છે. મળતી માહિતી મુજબ, દિવાળીના તહેવાર પૂર્વ રાજ્ય સરકાર દ્વારા સુપ્રીમકોર્ટના હુકમ મુજબ ફટાકડા ફોડવા અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. એ મુજબ વિદેશથી ફટાકડાની આયાત કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

Diwali News

ઉપરાંત ઓનલાઈન ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ તથા ફટાકડા ફોડવાના સમય અંગે જાણકારી આપવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા કરાયેલા જાહેરનામા મુજબ, ગ્રીન તથા માન્યતાપ્રાપ્ત ફટાકડાનું ઉત્પાદન અને વેચાણ કરવાની જ પરવાનગી આપવામાં આવી છે. આ સિવાયના તમામ પ્રકારના ફટાકડા અને વેચાણ પર સુપ્રીમકોર્ટ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે. આ સાથે માત્ર લાઇસન્સધારક વેપારીઓને જ ફટાકડાનું વેચાણ કરી શકશે.

Also Read: શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨નું કોમન એકેડેમિક કેલેન્ડર જાહેર, જાણો કેટલા દિવસનુ રહેશે…

Diwali News સરકારના જાહેરનામામાં જણાવ્યા અનુસાર, ગ્રીન માન્યતા પ્રાપ્ત ફટાકડા, જે ઓછા એમિશન ઉત્પન્ન કરે છે તેના ઉત્પાદન અને વેચાણની પરવાનગી આપવામા આવી છે. આ સિવાયના તમામ પ્રકારના ફટાકડાના ઉત્પાદન અને વેચાણ પર સુપ્રિમ કોર્ટ દ્વારા પ્રતિબંધ મૂકાયો છે. ભારે ઘોંઘાટવાળા ફટાકડા પર પણ પ્રતિબંધ મૂકાયો છે.

આ ઉપરાંત તમામ ઈ-કોમર્સ વેબસાઈટને ઓનલાઈન તમામ પ્રકારના ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મૂકાયો છે. ફટાકડા બનાવવા માટે બેરીયમના ઉપયોગ પર સુપ્રિમ કોર્ટે પ્રતિબંધ મૂક્યો છે. આ સાથે જ દિવાળી તથા અન્ય તહેવારો કે જેમાં ફટાકડા ફોડવામાં આવે છે. તેમાં ફટાકડા રાત્રે 8 થી 10 કલાક સુધીમા જ ફોડી શકાશે. તેમજ ક્રિસમસ અને નૂતન વર્ષના તહેવાર દરમિયાન ફટાકડા રાત્રે 11.55 થી 12.30 સુધી ફોડી શકાશે.