SBI સ્કિમ: ૩૪૨ રૂપિયા જમા અને મેળવો ૪ લાખ રૂપિયાના લાભ

SBI સ્કિમ: SBI લાવી રહી છે ખાતાધારકો માટે ફાયદો, કરો 342 રૂપિયા જમા અને મેળવો ચાર લાખ રૂપિયાના લાભ

કોવિડ-19 બીમારીએ વીમાના મહત્વને ખુબ જ સારી રીતે સમજાવ્યું છે. આજના સમયમાં વીમો લેવો ખૂબ જ જરૂરી બની ગયો છે. હાલના સમયમા સમાજનો દરેક વર્ગ વીમાની સેવાનો લાભ લઇ શકે તે માટે મોદી સરકાર દ્વારા બે વિમાની યોજનાઓ બહાર પાડવામા આવી છે. આ બે વીમા યોજનાઓ છે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના. આ બંને યોજનાઓ સાથે જોડાઈને તમને 4 લાખ રૂપિયાનો ફાયદો થઇ શકે છે. આ ફાયદો મેળવવા માટે તમારે વર્ષના ખાલી 342 રૂપિયા ખર્ચ કરવા પડશે.

SBI સ્કિમ

દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર આ બંને યોજનાઓ અંગે ટ્વીટ કર્યું હતું. એસબીઆઈએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, તમે તમારી જરૂરિયાત મુજબ આ બંને વીમામાંથી કોઈપણ એક વીમો અથવા તો આ બંને વીમા લઈને ચિંતામુક્ત જીવન જીવી શકો છો. ઓટો ડેબિટ સુવિધા મારફતે બચત બેંક ખાતાધારકો પાસેથી વર્ષે 342 રૂપિયાનું પ્રીમિયમ લેશે. એસબીઆઈએ જણાવ્યું હતું. વ્યક્તિ ફક્ત બચત બેંક ખાતા મારફતે યોજનામાં જોડાવા માટે પાત્ર રહેશે.

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના :

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ જો તમારો કોઈ અકસ્માત થાય અને આ અકસ્માત દરમિયાન જો વીમાધારકનુ મૃત્યુ થાય અથવા તો તે સંપૂર્ણપણે વિકલાંગ બને તો તેવા કિસ્સામાં 2 લાખ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવી શકે છે. જો વીમાધારક આંશિક રીતે અપંગ હોય તો તેને એક લાખ રૂપિયાનું કવર મળે છે. આ યોજના હેઠળ 18થી 70 વર્ષની ઉમર ધરાવતી કોઈપણ વ્યક્તિ આ કવર લઈ શકે છે. તેનું વાર્ષિક પ્રીમિયમ 12 રૂપિયા છે.

Also Read: દેશી ગાય આધારીત પ્રાકૃતિક ખેતી: દર વર્ષે સરકાર આપશે ૧૦,૮૦૦ રૂ ની સહાય

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના :

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અંતર્ગત નોમિનીને કોઈપણ કારણસર મૃત્યુ માટે 2 લાખ રૂપિયા મળે છે. આ યોજના અંતર્ગત કોઈપણ વ્યક્તિ 18 થી 50 વર્ષનો વીમો લઈ શકે છે. આ યોજના માટે દર વર્ષે 330 રૂપિયાનું પ્રીમિયમ જરૂરી છે. આ બંને જ ટર્મ ઇન્શ્યોરન્સ પોલિસી છે. આ વીમો એક વર્ષ માટે છે. આ વીમા કવર ૧ જૂનથી ૩૧ મે સુધીનું હોય છે. આ યોજનામાં જોડાવા માટે તમારી પાસે બેંક ખાતું હોવું જરૂરી છે. બેંક એકાઉન્ટ બંધ થાય અથવા પ્રીમિયમ ભરવામાં ચુકો તો તેના કારણે વીમો પણ રદ થઈ શકે છે.