CBI Bank Recruitment 2023: સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં બેંક મેનેજરની 2000+ જગ્યાઓ પર ભરતી, પગાર ₹ 55,000 સુધી

CBI Bank Recruitment 2023: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તો તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની ખુબજ જરૂર છે તો અમે તમારા માટે ખુબ સારા સમાચાર લઈને આવ્યા છીએ કારણ કે CBI Bank Recruitment 2023 મા બેંક મેનેજરની 2000+ જગ્યાઓ પર ભરતી માટે ની જાહેરાત પ્રસીધ્ધ થઈ છે તો અમારી તમને વિનંતી છે કે તમે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો અને જેમને નોકરીની ખુબ જરૂર હોય તેવા દરેક વ્યક્તિને આ લેખ શેયર કરજો.

CBI બેંક મા ભરતી જાહેર 2023

CBI Bank Recruitment 2023 | Central Bank of India Recruitment 2023

 • સંસ્થાનું નામ સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા
 • નોકરીનું સ્થળ ગુજરાત તથા ભારત
 • અરજી કરવાનું માધ્યમ ઓનલાઇન
 • નોટિફિકેશનની તારીખ 01 ઓગસ્ટ 2023
 • ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 01 ઓગસ્ટ 2023
 • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 21 ઓગસ્ટ 2023
 • ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક https://centralbankofindia.co.in/

મહત્વની તારીખ:

આ ભરતી ની નોટિફિકેશન સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ઘ્વારા 01 ઓગસ્ટ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને CBI Bank Recruitment 2023 ની આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 01 ઓગસ્ટ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 21 ઓગસ્ટ 2023 છે.ઉમેદવારે આ તારીખ પહેલા પોતાનુ ફોર્મ ભરી લેવુ હિતાવહ છે.

પોસ્ટનું નામ: CBI Bank Recruitment 2023

CBI Bank Recruitment 2023 ની નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા પ્રોબેશનરી ઓફિસર એટલે કે બેંક મેનેજરની ખાલો જગ્યાઓ ભરવા માટે અરજીઓ મંગાવવામાં આવી છે.

કુલ ખાલી જગ્યા:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ભારતીય કેન્દ્રીય બેંકની આ ભરતીમાં કુલ ખાલી જગ્યાઓ 2000 છે.

પગારધોરણ

ભારતીય કેન્દ્રીય બેંકની આ ભરતીમાં પ્રોબેશનરી ઓફિસર તરીકે તમે પસંદગી પામ્યા બાદ તમને માસિક રૂપિયા 52,000 થી લઈ 55,000 હજાર સુધી પગારધોરણ ચુકવવામાં આવશે.

આ પણ વાંચો: ઈસરોમા નર્સ, રેડિયોગ્રાફર, કૂક અને ડ્રાઈવર સહિતના પદો પર થઇ રહી છે ભરતી

લાયકાત:

CBI Bank Recruitment 2023 ની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે કોમર્સ/આર્ટસ કે સાયન્સ સ્ટ્રીમના કોઈપણ કોર્સથી સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન પૂરુ કરેલું હોવું જોઈએ. અને વધુ માહિતી માટે તમારે જાહેરાત અવશ્ય વાંચી લેવી. વધુમાં તમને જણાવી દઈએ કે આ ભરતીમાં ફ્રેશર્સ એટલે કે બિનઅનુભવી લોકો પણ પોતાનુ ફોર્મ ભરી શકે છે.

અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો:

કેન્દ્રીય બેંકની આ ભરતીમાં જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના દસ્તાવેજો રજુ કરવાના રહેશે.

 • પાસપોર્ટ સાઈઝ ફોટો
 • સહી
 • આધારકાર્ડ / ચૂંટણી કાર્ડ / ડ્રાઇવિંગ લાયસન્સ
 • અભ્યાસની માર્કશીટ
 • ડિગ્રી
 • અનુભવનું પ્રમાણપત્ર (જો હોય તો)
 • તથા અન્ય જરૂરી દસ્તાવેજો

વયમર્યાદા:

સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની આ ભરતીમાં વયમર્યાદા 20 વર્ષ થી લઈ 30 વર્ષ સુધી છે. સરકારશ્રીના નિયમો અનુસાર આરક્ષિત કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે.

પસંદગી પ્રક્રિયા:

બેંક મેનેજરના પદ પર સરકારી નોકરી મેળવવા માટે તમારે નીચે મુજબની 3 પરીક્ષાઓમાં એક પછી એક સફળ થવાનું રહેશે.

 • પ્રથમ પરીક્ષા (પ્રિલીમ)
 • મુખ્ય પરીક્ષા (મેઈન)
 • પર્સનલ ઇન્ટરવ્યૂ

અરજી ફી:

ભારતીય કેન્દ્રીય બેંકની આ ભરતીમાં અરજી કરતી વખતે એસ.સી / એસ.ટી / પી.ડબલ્યુ.ડી કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી પેટે 175 રૂપિયા તેમજ સામાન્ય તથા અન્ય કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી પેટે 850 રૂપિયા ચૂકવવાના રહેશે.

અરજી કઈ રીતે કરવાની રહેશે?

 • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
 • હવે બેંકિંગ કર્મચારી પસંદગી સંસ્થાની સત્તાવાર વેબસાઈટ https://www.ibps.in/ વિઝીટ કરો.
 • અહીં તમને “Recruitment for PO”ની નોટિફિકેશન જોવા મળશે એના ઉપર ક્લીક કરો.
 • હવે “Click here for new registration” ના બટન પર ક્લિક કરો.
 • હવે તમામ વિગતો ભરી રજીસ્ટ્રેશન કરી લો.
 • હવે આઈડી અને પાસવર્ડની મદદથી લોગીન કરી દો.
 • હવે તમારી સંપૂર્ણ ડિટેઇલ તથા જરૂરી પ્રમાણપત્રો અપલોડ કરો.
 • હવે ઓનલાઇન માધ્યમથી ફી ની ચુકવણી કરો.
 • આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
 • હવે તમારા ઓનલાઈન ફોર્મ ની પ્રિન્ટ કાઢી લો.

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ વિજિત કરવા માટે: અહિ ક્લિક કરો

નોંધ: મિત્રો, અરજી કરતા પહેલા આ ભરતીની તમામ માહિતી સંસ્થાની સત્તાવાર વેબસાઈટ પર જઈ તથા સંસ્થાનો સંપર્ક કરી જાણી લેવા વિનંતી. અમારો એકમાત્ર ઉદેશ્ય આપ સુધી માહિતી પહોંચાડવાનો છે. આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.