અમૂલે પશુપાલકોને આપી ખુશખબરઃ Amul ફેટના ભાવમાં કર્યો મોટો વધારો, 21 ઓગસ્ટથી નવો ભાવ લાગુ

અમૂલે પશુપાલકોને આપી ખુશખબરઃ Amul ફેટના ભાવમાં કર્યો મોટો વધારો, 21 ઓગસ્ટથી નવો ભાવ લાગુ 

અમૂલે 1 કિલો ફેટના ભાવમાં 20 રૂપિયાનો વધારો કરાતા પશુપાલકો ખુશખુશાલ. આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લાના પશુપાલકોને મોટો ફાયદો થશે.

Amul - આણંદ / અમૂલે પશુપાલકોને આપી ખુશખબરઃ ફેટના ભાવમાં કર્યો મોટો વધારો, 21 ઓગસ્ટથી નવો ભાવ લાગુ

  • અમૂલ સાથે સંકળાયેલા પશુપાલકો માટે સારા સમાચાર
  • દૂધના ખરીદ ભાવમાં અમૂલે કર્યો 20 રૂપિયાનો વધારો
  • ગાયના દૂધમાં પ્રતિ લિટરે 50 પૈસાનો વધારો કરાયો

અમૂલ સાથે સંકળાયેલા પશુપાલકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. કારણ કે અમૂલ ડેરીએ દૂધના વેચાણ ભાવ બાદ હવે ખરીદ ભાવમાં રૂ. 20નો વધારો કર્યો છે. આથી પ્રતિ કિલો ફેટના ભાવની જો વાત કરવામાં આવે તો 1 કિલો ફેટનો ભાવ રૂ.740થી વધીને રૂ.760 થઇ ગયો છે જેના કારણે પશુપાલકોને મોટી રાહત થશે. આ કારણે પશુપાલકોમાં પણ ખુશી જોવા મળી રહી છે. આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લાના પશુપાલકોને મોટો ફાયદો થશે. આ સાથે ગાયના દૂધમાં પ્રતિ લિટરે 50 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. આ નવો ભાવ 21 ઓગસ્ટથી અમલી થશે.

આણંદ: અમૂલ સાથે સંકળાયેલા પશુપાલકો માટે સારા સમાચાર, દૂધના ખરીદ ભાવમાં 1 કિલો ફેટમાં 20 રૂપિયાનો વધારો કરાતા કિલો ફેટનો નવો ભાવ રૂ. 760 થયો, ગાયના દૂધના પ્રતિ લિટરે 50 પૈસાનો વધારો, 21 ઓગસ્ટથી નવો ભાવ અમલી#Anand #Amul

આ પણ વાંચો : IBPS દ્વારા વિવિધ બેંકોમાં 6432 જગ્યાઓ માટે આવી ભરતીની જાહેરાત ૨૦૨૨

ખરીદ ભાવમાં 20 રૂપિયાનો વધારો કરાતા પશુપાલકોને થશે ફાયદો

નોંધનીય છે કે, તાજેતરમાં જ 2 દિવસ અગાઉ ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટરે 2 રૂપિયાનો ભાવ વધારો કરાયો હતો. જેના લીધે જનતાને મોંઘવારીનો વધુ એક ફટકો પડ્યો હતો. જ્યારે બીજી બાજુ આજે ખરીદ ભાવમાં 20 રૂપિયાનો વધારો કરાતા પશુપાલકોને આ ભાવવધારાથી મોટો ફાયદો થશે.

Amul ડેરી દ્વારા તાજેતરમાં જ અમૂલ દૂધના ભાવમાં લિટરે કરાયો 2 રૂપિયાનો વધારો

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ અમૂલ દૂધના ભાવમાં લિટરે બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. અમૂલના દૂધમાં લિટરે બે રુપિયાનો ભાવવધારો લાગુ કરાતા અમૂલ ગોલ્ડના 500 MLનો ભાવ 31 રૂપિયા થઇ ગયો છે. જ્યારે અમૂલ શક્તિના 500 MLનો ભાવ 28 રુપિયા થઇ ગયો છે. તો અમૂલ તાજાના 500 MLનો ભાવ 25 રુપિયા થઇ ગયો છે.

અમૂલ દૂધના ભાવમાં ફરીવાર વધારો લાગુ કરાતા ફરીથી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. એક તરફ પેટ્રોલ-ડીઝલના ભાવવધારાથી તો જનતા પરેશાન છે. એમાંય ઉપરથી હવે મોંઘવારીનો માર સહન કરી રહેલી જનતાને દૂધનો ભાવવધારો સહન કરવાનો વારો આવ્યો છે.

આ પણ વાંચો : માત્ર 12 રુપિયામા મળશે 2 લાખનો વિમો, જાણૉ કેવી રીતે મેળવશો લાભ

ગુજરાત કોઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા દૂધની બનાવટોનું થાય છે માર્કેટિંગ

નોંધનીય છે કે, ગુજરાત કોઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા અમૂલ બ્રાન્ડ હેઠળ દૂધ અને દૂધની બનાવટોનું માર્કેટિંગ કરવામાં આવે છે. તેમના દ્વારા સમગ્ર ગુજરાત, દિલ્હી NCR, મુંબઇ, પશ્ચિમ બંગાળ અને અન્ય તમામ બજારોમાં દૂધના ભાવમાં પ્રતિ લિટરે 2 રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

Source by VTV Gujarati )

હોમ પેજની મુલાકાત કરો અહીં ક્લિક કરીને 

અહીંથી ગૂગલ ન્યુઝ ફોલોવ કરી દરોજ ગુગલ ન્યુઝ માધ્યમથી અમારી તાજી  અપડેટ્સ મેળવો 

Amul છેલ્લા એક વર્ષમાં લિટરે 6 રૂપિયાનો ભાવ વધારો કરાયો

અમૂલ ગોલ્ડ, શક્તિ અને તાજા સહિત તમામ દૂધમાં અમૂલે લિટરે 2 રૂપિયાનો વધારો કર્યો છે. જે ભાવવધારો 17મી ઓગસ્ટથી લાગુ થયો છે. આમ, છેલ્લા એક વર્ષમાં પ્રતિ લિટરે દૂધના ભાવમાં 6 રૂપિયાનો વધારો કરાતા જનતા સતત મોંઘવારી વચ્ચે પીસાઇ રહી છે.