હવે રાશન કાર્ડ સાથે જોડાયેલી તમામ સમસ્યાઓનો ફટાફટ ઉકેલ આવી જશે

હવે રાશન કાર્ડ સાથે જોડાયેલી તમામ સમસ્યાઓનો ફટાફટ ઉકેલ આવી જશે

  • હવે લોકોને કોમન સર્વિસ સેન્ટર પર રાશન કાર્ડ સાથે જોડાયેલી સુવિધા મળશે
  • અહીં રાશન કાર્ડ માટે અરજી કરવી, માહિતી અપડેટ કરવી અને તેને આધાર સાથે જોડવાનું સામેલ છે
  • દેશના તમામ 3.7 લાખથી વધુ CSC પર આ સુવિધા મળશે

રાશન કાર્ડની સમસ્યાઓનો ફટાફટ ઉકેલ આવી જશે

દેશભરમાં 3.7 લાખથી વધુ કોમન સર્વિસ સેન્ટર (CSC)માં હવે રાશનકાર્ડથી સંબંધિત સેવાઓ ઉપલબ્ધ થશે. આ સર્વિસીસમાં નવા રાશન કાર્ડ માટે અરજી કરવી, માહિતી અપડેટ કરવી અને તેને આધાર સાથે જોડવાનું સામેલ છે. આ પગલાંથી દેશભરના 23.64 કરોડ રાશનકાર્ડ ધારકોને ફાયદો થશે.

ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગે ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલયને આધીન એકમ CSC ઇ-ગવર્નન્સ સર્વિસીસ ઇન્ડિયા લિ.ની સાથે કરાર કર્યો છે. આ કરારનો હેતુ અર્ધશહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં રાશનનો પુરવઠો સુસંગત કરવો અને જાહેર વિતરણ વ્યવસ્થાને મજબૂત કરવાની છે.

દેશમાં 3.7 લાખ CSC દ્વારા રાશન કાર્ડ સેવા માટે ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ તથા CSCએ MoU પર હસ્તાક્ષર કર્યા

Also Read:ઘરે બેઠા મળી જશે મોબાઈલ સિમ, નવું લેવા માટે પણ હવે કોઈ દસ્તાવેજની જરૂર…

નિવેદનમાં કહ્યું છે કે આ ભાગીદારીથી દેશભરના 23.64 કરોડ રાશન કાર્ડધારકોને ફાયદો થશે. હવે તે નજીકના CSC કેન્દ્ર જઇને પોતાના કાર્ડની માહિતીને અપડેટ કરી શકશે, તમે કાર્ડની ડુપ્લિકેટ કોપી મેળવી શકશો, કાર્ડને આધાર સાથે લિંક કરી શકશો, રાશનની ઉપલબ્ધતા વિશે માહિતી મેળવી શકશો અને તમારી ફરિયાદ પણ નોંધાવી શકશો.

આ સિવાય હાલના રાશન કાર્ડધરક જો નવા રાશન કાર્ડ માટે અરજી કરવા માંગે છએ તો તેઓ પણ નજીકના CSCમાં જઇ અરજી કરી શકશે.

Also Read:એકવાર રોકાણ કરીને દર મહિને મેળવો 4950 રૂપિયા

CSC ઈ-ગવર્નન્સ સર્વિસીઝ ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર દિનેશ ત્યાગીએ જણાવ્યું હતું કે, “ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ સાથે અમારી ભાગીદારી બાદ CSCનું સંચાલન કરનાર અમારા ગ્રામ્ય સ્તરના ઉદ્યોગસાહસિક (VLEs) એવા લોકો સુધી પહોંચી શકશે જેમની પાસે રાશન કાર્ડ નથી. તેઓ જાહેર વિતરણ વ્યવસ્થા અને મફત રાશનની વિવિધ સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે તેમને મદદ કરશે