મોઘવારી / ઘરેલુ LPG સિલિન્ડર 1000 રૂપિયાનો થઈ શકે છે

LPG સિલિન્ડર: રૂપિયાનો થઈ શકે છે વધતી મોંઘવારીથી સામાન્ય વ્યક્તિને મોટો ઝટકો લાગી શકે છે. મીડિયા રિપોર્ટના અનુસાર, આવનાર દિવસોમાં ગ્રાહકોને પ્રતિ LPG સિલિન્ડર 1,000 રૂપિયા ચૂકવવા પડી શકે છે. સરકાર LPG સિલિન્ડર પર મળતી સબ્સિડી બંધ કરી શકે છે. જો કે, LPG સિલિન્ડરના ભાવ વધારવા અંગે સરકાર શું વિચારી રહ્યા છે, એવા કોઈ સમાચાર સામે નથી આવ્યા, પરંતુ સરકારના એક આંતરિક મૂલ્યાંકનમાં જાણવા મળ્યું છે કે ગ્રાહકો સિલિન્ડર માટે 1,000 રૂપિયા સુધી ચૂકવવા માટે તૈયાર છે.

ઘરેલુ LPG સિલિન્ડર ૧૦૦૦ રૂપિયાનો થઈ શકે છે

મીડિયા રિપોર્ટના અનુસાર, LPG સિલિન્ડરની સબ્સિડીને લઈને સરકારે બે સ્ટેન્ડ લઈ શકે છે. પહેલું એ છે કે સરકાર કાં તો અત્યારે જેમ ચાલી રહ્યું છે તેમ ચાલવા દે. બીજું કે ઉજ્જવલા યોજના અંતર્ગત આર્થિક રીતે કમજોર ગ્રાહકોને જ સબ્સિડી આપે. જો કે, સબ્સિડી આપવા અંગે સ્પષ્ટ રીતે કશું કહેવામાં આવ્યું નથી.

1 વર્ષમાં 6 ગણો ઓછો થયો સરકારનો સબ્સિડીનો ભાર

  • નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન સરકારે 3,559 કરોડ રૂપિયા સબ્સિડી તરીકે ગ્રાહકોને આપ્યા હતા. નાણાકીય
  • વર્ષ 2019-2020માં આ ખર્ચ 24,468 કરોડ રૂપિયાનો હતો. એટલે કે એક વર્ષમાં જ સરકારે સબ્સિડીમાં લગભગ 6 ગણો ઘટાડો કર્યો છે.

અત્યારે સબ્સિડીને લઈને શું નિયમ છે

અત્યારના નિયમના અનુસાર, જો તમારી વાર્ષિક આવક 10 લાખ રૂપિયાથી વધુ છે તો તમને LPG સિલિન્ડર પર સબ્સિડીનો ફાયદો નહીં મળે. તે ઉપરાંત મે 2020માં કેટલીક જગ્યા પર LPG પર સબ્સિડી બંધ કરી દેવામાં આવી હતી.

આ વર્ષે અત્યાર સુધી ગેસ સિલિન્ડર 190.50 રૂપિયા મોંઘો થયો

દિલ્હીમાં આ વર્ષે 1 જાન્યુઆરીએ LPG સિલિન્ડરની કિંમત 694 રૂપિયા હતી. હવે સિલિન્ડરની કિંમત 884.50 રૂપિયા છે. એટલે કે જાન્યુઆરીથી અત્યાર સુધી 190.50 રૂપિયા ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવ વધી ગયા છે.

Also Read: હવે રાશન કાર્ડ સાથે જોડાયેલી તમામ સમસ્યાઓનો ફટાફટ ઉકેલ આવી જશે

સાડા 7 વર્ષમાં ગેસ સિલિન્ડરની કિંમત બમણી થઈ

છેલ્લા સાડા 7 વર્ષમાં ઘરેલુ ગેસ સિલિન્ડર (14.2 કિલોગ્રામ)ની કિંમત બમણી થઈ ગઈ છે. 1 માર્ચ 2014ના રોજ 14.2 કિલો ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત 410.5 રૂપિયા હતી, જે અત્યારે 884.50 રૂપિયા છે.

Also Read: મોદી સરકારની મદદથી શરૂ કરો આ બિઝનેસ : મહિને લાખો રૂપિયાની થશે કમાણી,

દેશમાં 29 કરોડ લોકોની પાસે LPG કનેક્શન

ભારતમાં લગભગ 29 કરોડ લોકોની પાસે LPG કનેક્શન છે. તેમાં ઉજ્જવલા યોજના અંતર્ગત લગભગ 8 કરોડ LPG કનેક્શન સામેલ છે.