જ્યો‍તિ ગ્રામોદ્યોગ વિકાસ યોજના: 25 લાખ સુધિની સહાય મળશે.

સરકારશ્રીની જ્યો‍તિ ગ્રામોદ્યોગ વિકાસ યોજના અંતર્ગત રાજયના ગામોને ૩-ફેઝ વીજ પુરવઠો ૨૪ કલાક માટે પૂરો પાડવામાં આવે છે. જેને પરીણામે ગ્રામીણ લોકોને પોતાના જ ગામમાં રહીને લધુ ઉઘોગો, કુટિર ઉઘોગો, અને ગ્રામીણ ઉઘોગો સ્‍થાપી આજીવિકા મેળવવાની નવી તકો પૂરી પાડી છે.

જયોતિ ગ્રામદ્યોગ વિકાસ યોજના (માર્જીન મની યોજના)માં ગ્રામીણ વસ્‍તીમાં આવક અને ઉઘોગ સાહસિકતાનું સ્‍તર ઊંચુ આવે અને ગ્રામીણ બેરોજગાર યુવાનો માટે રોજગારના વધુને વધુ નવા માર્ગો નિર્માણ પામે તે માટે વ્‍યકિતગત કારીગરો / ઉદ્યોગ સાહસિકો/ સ્‍વસહાય જુથોને ગ્રામ્‍ય કક્ષાએ કે ૨૦૦૦૦ કે તેથી ઓછી વસ્‍તીવાળા નગરમાં રૂા.૧ લાખથી વધુ અને રૂા.૨૫ લાખ સુધીના નવા પ્રોજેકટ માટે જિલ્લા ઉઘોગ કેન્‍દ્ર દ્વારા લોન અરજી બેંક ભલામણ કરી બેંક મારફત ધિરાણ આપવામાં આવે છે.

જ્યો‍તિ ગ્રામોદ્યોગ વિકાસ યોજના

યોજનાનુ નામ: જ્યો‍તિ ગ્રામોદ્યોગ વિકાસ યોજના
મળવાપાત્ર લાભ– 25 લાખ સુધિની સહાય મળશે.
– 30% સબસિડી મળશે.
હેઠળગુજરાત રાજ્ય સરકાર
સત્તાવાર પોર્ટલhttp://cottage.gujarat.gov.in/

પાત્રતાઃ

ઉંમરઃલાભાર્થીની ઉંમર ૨૫ થી ૫૦ વર્ષની હોવી જોઇએ.
શૈક્ષણીક લાયકાતઃધોરણ ૧૦ પાસ અને નિયત ધંધાનો એક વર્ષનો અનુભવ.
આવકઃકોઇ મર્યાદા નથી.

લોનની મર્યાદા :

  • રૂા.૧ લાખથી વધુ અને રૂા.૨૫ લાખ સુધીના ઉત્‍પાદનલક્ષી નવા પ્રોજેકટને બેંક તરફથી ધિરાણ મંજૂર કરવામાં આવશે.
  • આ યોજનાના હેતુ માટે પરિયોજના ખર્ચમાં પ્‍લાન્‍ટ ખર્ચ, યંત્ર સામગ્રી ખર્ચ અને આ બન્‍ને ખર્ચના વધુમાં વધુ ૧૦ ટકા જેટલી કાર્યકારી મૂડીનો સમાવેશ થાય છે. પરિયોજના ખર્ચમાં જમીનની તથા મકાન બાંધકામની કિંમતનો સમાવેશ થશે નહીં.
  • પ્રોજેકટ પ્રવૃત્તિ માટે પ્‍લાન અને મશીનરીનું રોકાણ ઓછામાં ઓછુ રૂા. પ લાખ હોવું જોઇશે.

જ્યો‍તિ ગ્રામોદ્યોગ વિકાસ યોજના નાણાંકી યસહાયઃ

અ.નં.લોનની રકમઅનુ.જાતિ/અનુ. જનજાતિ/મહિલા/શા.વિકલાંગ/મા. સૈનિકઅન્‍ય
રૂ.૧૦ લાખ સુધી૩૦ ટકા૨૫ ટકા
રૂ.૧૦ લાખ થી રૂ.૨૫ લાખરૂ.૧૦ લાખના ૩૦ ટકા + બાકીની રકમના ૧૦ ટકારૂ.૧૦ લાખના ૨૫ ટકા + બાકીની રકમના ૧૦ ટકા

જરુરી લિંક

અરજીપત્રક મેળવવા માટેઅહી ક્લિક કરો
જ્યોતિ ગ્રામોદ્યોગ વિકાસ યોજનાનો ઠરાવ જોવા માટે(તા:૭-૯-૨૦૧૫)અહી ક્લિક કરો
સબસિડી ફોર્મ મેળવોઅહી ક્લિક કરો

બેંકની શાખા તરફથી મંજૂર કરેલ ધિરાણની પૂરેપૂરી રકમની ચુકવણી કરવામાં આવ્યા બાદ બેંક તરફથી માર્જીન મની ક્લેમ મળ્યેથી ચૂકવવા પાત્ર માર્જીન મનીની રકમ બે વર્ષ સુધી કરજદારના નામે કરજદારના ખાતામાં સરકારશ્રીના અનામત થાપણ તરીકે રાખવાની રહેશે. બે વર્ષ બાદ જે તે યુનીટ સફળતા પૂર્વક ચાલુ હોવા અંગે જનરલ મેનેજર, જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ખરાઈ કરી બેંકને પ્રમાણપત્ર આપવાનુ રહેશે. ત્યારબાદ બેંક માર્જીન મનીની રકમ કરજદારના ખાતામાં જમા લઈ શકશે.

WhatsApp ગ્રૂપમાં જોડાવો!