5360 જગ્યાઓ ભરવાનો શિક્ષણ વિભાગે નિર્ણય કર્યો: શિક્ષણમંત્રી જીતુ વાઘાણીનું શિક્ષણ વિભાગમાં ભરતી અંગે મોટું નિવેદન, વહેલી ચૂંટણી અંગે કરી દીધી સ્પષ્ટતા. રાજ્યમાં આગામી દિવસોમાં શિક્ષણ વિભાગ દ્વારા મોટા પ્રમાણ ભરતીઓનું આયોજન કરવામાં આવશે, તેમજ રાજ્યમાં વહેલી ચૂંટણીની ચર્ચા અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી.
5360 જગ્યાઓ ભરવાનો શિક્ષણ વિભાગે નિર્ણય કર્યો
- શિક્ષણ અને વહેલી ચૂંટણી અંગે શિક્ષણમંત્રીનું મોટું નિવેદન
- આવનાર દિવસોમાં શિક્ષણ વિભાગમાં ભરતીઓ આવશેઃ વાઘાણી
- ચૂંટણી ક્યારે યોજવી તે રાજ્ય કે કેન્દ્ર સરકાર નક્કી નથી કરતીઃ વાઘાણી
શિક્ષણવિભાગમાં ભરતી મુદ્દે શિક્ષણમંત્રીનુ નિવેદન
14મી વિધાનસભાનું 10મુ સત્ર કાલે પૂર્ણ થયું છે. ત્યારે રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણી દ્વારા શિક્ષણ વિભાગમાં ભરતી અંગે મોટું નિવેદન આપતાં જણાવ્યું હતું કે, હાલ રાજ્યમાં 12000 પ્રવાસી શિક્ષકો અત્યારે છે. જેમાં 3300 વિદ્યા સહાયકોની ભરતી થઈ રહી છે. જ્યારે બાકીની જગ્યાઓ આગામી ટૂંક સમયમાં ભરાશે.
રાજ્યમાં વહેલી ચૂંટણીની ચર્ચા મુદ્દે જીતુ વાઘાણીનું નિવેદન
તેમજ રાજ્યમાં વહેલી ચૂંટણીની ચર્ચા મુદ્દે જીતુ વાઘાણીએ નિવેદન આપતાં જણાવ્યું હતું કે, તમામ બાબતો રાજ્ય કે કેન્દ્ર સરકાર નક્કી નથી કરતી, ચૂંટણી ક્યારે યોજવી તે અંગે ચૂંટણીપંચ નક્કી કરે છે. અમારી પાસે પૂરતો સમય છે. પાંચ વર્ષની ટર્મ હજુ ડિસેમ્બરમાં પૂર્ણ થશે
બજેટના વાંકે કોઈ પણ કામ અટકતું નથી – વાઘાણી
આ સાથે તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના 14મી વિધાનસભાનું 10મું સત્ર ગઈ કાલે પૂર્ણ થયું છે. જેમાં રાજ્યને કેવી રીતે આગળ લઈ જવું છે તે અંગેની તમામ ચર્ચાઓ કરવામાં આવી હતી છે. આ સાથે અનેક બિલો પાસ થયા છે અને યોજનાઓની ચર્ચા થઈ હતી. તેમજ એજ્યુકેશન બાબતે નેશનલ એજ્યુકેશન પોલિસી, આરોગ્ય, પાણી, કૃષિ, મહિલા, બળ કલ્યાણ તમામ વિભાગની ચર્ચા થઈ હતી. તેમણે જણાવ્યું હતું કે, બજેટના વાંકે કોઈ પણ કામ અટકતું નથી