કેજરીવાલની ખેડુતો માટે ગેરંટી: ગુજરાતમાં ફ્રી વીજળી અને સસ્તી વીજળીને લઇને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં મોટી જાહેરાત કરી છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં દિલ્હી અને પંજાબ બાદ ગુજરાતમાં પણ સસ્તી વીજળી અંગે જાહેરાત કરતા જણાવ્યું કે, ‘આમ આદમી પાર્ટીની સરકાર બનતાની સાથે ખેડુતોનુ બે લાખ રુપિયા સુધિનુ દેવુ માફ કરવામા આવશે.’
જો અમારી સરકાર બનશે તો 31 ડિસેમ્બર 2021 સુધીના જૂના ઘરેલુ વીજબિલો માફ : કેજરીવાલ
કેજરીવાલની ખેડુતો માટે ગેરંટી અરવિંદ કેજરીવાલે સુરતમાં ફ્રી વીજળી અને સસ્તી વીજળીને લઇને ગેરંટી આપતા જણાવ્યું કે, ‘જો અમારી સરકાર બની તો સરકાર બનતા જ 3 મહિનાની અંદર અમે તમામ પરિવારોને 300 યુનિટ મફત વીજળી પ્રદાન કરીશું. તમામ શહેરો અને ગામડાઓમાં 24 કલાક વીજ પુરવઠો પૂરો પાડીશું તેમજ 31 ડિસેમ્બર 2021 સુધીના જૂના ઘરેલુ વીજબિલો માફ કરી દેવાશે. ફ્રી વીજળી આપવી એ એક મેજિક છે અને આ મેજિક ઉપરવાળાએ મને જ આપી છે. દિલ્હી અને પંજાબમાં કરી બતાવ્યું તે અમે હવે ગુજરાતમાં કરીશું.’
કેજરીવાલની ખેડુતો માટે ગેરંટી
- ખેડૂતોનું બે લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરીશું !
- અનેક પાકો પર ખેડૂતોને એમ.એક્સ.પી. ની કિંમત આપવામાં આવશે.
- નવા જમીન માપણી સર્વે દ કરી ખેડૂતોના ભ્રયોગથી જમીન સર્વે નવેસરથી કરવામાં આવશે.
- દરેક ખેતર સુધી પાણી પહોંચાડવામાં આવશે , નર્મદા બંધના સંપૂર્ણ કમાં s ક્ષેત્રમાં પાણી પહોંચાડવાની કામગીરી 1 વર્ષની અંદર પુરી કરવામાં આવશે.
- ખેડૂતોને પાક નુકશાની પણ 20000 રૂપિયા પ્રતિ / એકર સહાય શશિ ચુકવવામાં આવશે !
- ખેડૂતોને ખેતી માટે 12 કલાક વીજળી આપવામાં આવશે.
- દરેક પરિવારને 300 યુનિટ મફત વીજળી મળશે.
ગેરંટી પૂરી નહીં કરીએ તો ફરી વોટ માંગવા નહીં આવીએ : કેજરીવાલ
કેજરીવાલે કહ્યું, ‘સરકારે 15 લાખ આપવાની વાતો કરી હતી પરંતુ અમે કોઇ રાજનીતિ નથી કરી રહ્યાં. કારણ કે AAP ઇમાનદાર લોકોની પાર્ટી છે. અમે જે કહીએ છીએ તે કરીએ છીએ. ગેરંટી પૂરી નહીં કરીએ તો ફરીથી વોટ માંગવા નહીં આવીએ.’
બીલ માફ કરવાથી સરકાર પર કોઇ બોજ નહીં પડે : કેજરીવાલ
કેજરીવાલની ખેડુતો માટે ગેરંટી ગુજરાતમાં ચૂંટણી પહેલા AAP નેતા કેજરીવાલે વીજ ગેરંટીના 3 મોટા વાયદા આપતા કહ્યું કે, જો ગુજરાતમાં અમારી સરકાર બનશે તો 3 મહિનામાં અમે દિલ્હી અને પંજાબ બાદ ગુજરાતમાં પણ દર મહિને 300 યુનિટ મફત વીજળી મળશે, ગુજરાતનાં તમામ ગામડાઓ અને શહેરોમાં પાવરકટ વગર 24 કલાક વીજળી મળી રહેશે. સાથે 31 ડિસેમ્બર 2021 સુધીના બધા જૂના ઘરેલુ વીજ બિલ માફ કરી દેવાશે.’ કેજરીવાલે કહ્યું ‘મોટા ભાગના વાંધાજનક બીલો ખોટા છે. બીલ માફ કરવાથી સરકાર પર કોઇ બોજ નહીં પડે. ખોટા બીલના કારણે જે વીજ કનેક્શન કપાયા છે તે ચાલુ થઇ જશે.’
ખેડૂતોના વીજ બિલ બાબતે અલગથી જાહેરાત કરાશે : કેજરીવાલ
આ સિવાય અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે, ‘અમે ગુજરાતના પ્રશ્નો ઉઠાવતા રહીશું. ગુજરાતમાં ભારે બહુમતી સાથે AAP સરકાર બનાવશે. ખેડૂતોના વીજ બિલ બાબતે અલગથી ચર્ચા અને જાહેરાત કરાશે. ખાનગી કંપની હોય તો ચિંતા ન કરો બિલ ઝીરો આવશે. ગુજરાતમાં દારૂબંધીનો અમલ ચાલુ રહેશે. તેમજ દારૂબંધીનો વધુ કડક અમલ કરાશે.’