હવામાન વિભાગની આગાહી: ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી મેઘરાજા ધડબડાટી બોલાવશે

હવામાન વિભાગની આગાહી અમદાવાદ સહિત સમગ્ર રાજયમાં ચોમાસું જામી રહ્યું છે, જેને કારણે આગામી 5 જુલાઇ સુધી સમગ્ર રાજ્યમાં મધ્યમ થી ભારે વરસાદ પડવાની શક્યતા છે

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગના નિષ્ણાંતોના જણાવ્યા અુસાર રાજ્યમાં ચોમાસુ ધીમે ધીમે જામી રહ્યું છે, જેને કારણે 5 જુલાઇ સુધીમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાદળિયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટાથી હળવો વરસાદ પડશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં ભારે જયારે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદી ઝાપટાથી લઇને હળવો વરસાદ પડવાની શક્યતા હોવાથી ગરમી અને બફારાથી રાહત મળે તેવા સંકેતો પ્રાપ્ત થયાં છે.

હવામાન વિભાગે રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી કરી

રાજ્યમાં મેઘો મહેરબાન થયો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 2 ઈંચ વરસાદ નોંધાયો, ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે સૌરાષ્ટ્ર,દક્ષિણ ગુજરાત અને કચ્છમાં વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, બોટાદ, ભાવનગર, દ્વારકા અને ગીર સોમનાથમાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે.

WhatsApp ગ્રૂપમાં જોડાવો!