પોસ્ટ ઓફિસની જોરદાર સ્કિમ: મહિને માત્ર 1500 રૂ કરો રોકાણ, મળશે 35 લાખ રકમ, જાણો કેવી રીતે

પોસ્ટ ઓફિસની જોરદાર સ્કિમ: મહિને માત્ર 1500 રૂ કરો રોકાણ, મળશે 35 લાખ રકમ,માર્કેટ ઘણાં રોકાણના વિકલ્પોથી ભરેલુ છે અને તેમાંથી કેટલીક યોજનાઓ પર જણાવવામાં આવેલું રિટર્ન ખૂબ જ આકર્ષક હોય છે. જોકે, તેમાં થોડું જોખમ રહેલુ છે.

પોસ્ટ ઓફિસની જોરદાર સ્કિમ

  • તમને ઓછામાં ઓછા જોખમે સારું રિટર્ન મળશે
  • મહિને માત્ર 1500 રૂપિયાનું કરો રોકાણ, મળશે સારો બેનિફિટ

ઓછા જોખમે મળશે સારું રિટર્ન

ઘણાં રોકાણ ઓછા રિટર્નવાળા સુરક્ષિત રોકાણ યોજનાઓને વધુ પસંદ કરે છે. કારણકે તેમાં ઓછુ જોખમ રહેલુ છે. જો તમે પણ ઓછુ જોખમવાળું રિટર્ન અથવા રોકાણનો વિકલ્પ તપાસી રહ્યાં છો તો પોસ્ટ ઓફિસની આ સ્કીમ તમને મદદ કરી શકે છે. ભારતીય પોસ્ટ દ્વારા આપવામાં આવતી ગ્રામ સુરક્ષા યોજના એક એવો વિકલ્પ છે, જેમાં ઓછામાં ઓછા જોખમે સારું રિટર્ન મેળવી શકો છો. ગ્રામ સુરક્ષા યોજના હેઠળ બોનસની સાથે નક્કી કરેલી રકમ અથવા 80 વર્ષની ઉંમરે અથવા મૃત્યુની સ્થિતિમાં નોમિની તરીકે તેમણે પસંદ કરેલી વ્યક્તિ એમ જે પહેલા હોય તેને મળી શકે છે.

Also Read: માછીમારો માટે મહત્વનો નિર્ણય, ડીઝલ સબસીડી સીધી ખાતામાં જમા થશે

નિયમો અને શરતો

  • 19 થી 55 વર્ષની ઉંમરની વચ્ચેનો કોઈ પણ ભારતીય નાગરિક આ વીમા યોજનાનો લાભ લઇ શકે છે.
  • જ્યારે આ યોજના હેઠળ ન્યૂનત્તમ વીમા રકમ 10,000 રૂપિયાથી લઇને 10 લાખ રૂપિયા સુધી રોકાણ કરી શકો છો.
  • આ યોજનાના પ્રીમિયમની ચૂકવણી માસિક, ત્રિમાસિક, અર્ધ-વાર્ષિક અને વાર્ષિક કરી શકો છો.
  • ગ્રાહકને પ્રીમિયમ ચૂકવવા માટે 30 દિવસનો સમય આપવામાં આવે છે.
  • પોલિસીના સમયગાળા દરમ્યાન કોઈ ભૂલ થાય તો તેવી સ્થિતિમાં ગ્રાહક પોલિસીને ફરીથી શરૂ કરવા માટે બાકી પ્રિમિયમની ચૂકવણી કરી શકે છે.

Also Read: આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક કરવાને લઇને આવ્યા મહત્વના સમાચાર જુઓ

મળે છે લોન

વીમા યોજના એક લોન સુવિધાની સાથે આવે છે, જેનો લાભ પોલિસી ખરીદ્યાના ચાર વર્ષ બાદ લઇ શકાય છે.

સરેન્ડર કરી શકે છે પોલિસી

ગ્રાહક ત્રણ વર્ષ બાદ પોલિસીને સરેન્ડર કરવાનો વિકલ્પ પસંદ કરી શકે છે. જોકે, આ સ્થિતિમાં ગ્રાહકને કોઈ લાભ મળશે નહીં. પોલિસીનું સૌથી મોટું આકર્ષણ ભારતીય પોસ્ટ દ્વારા આપવામાં આવતુ બોનસ છે અને છેલ્લું બોનસ દર વર્ષે 65 રૂપિયા દીઠ 1000 રૂપિયાની ખાતરી આપવામાં આવી હતી.

લાભ

  • જો કોઈ 19 વર્ષની ઉંમરે 10 લાખની ગ્રામ સુરક્ષા પોલિસી ખરીદે છે. તો 55 વર્ષ માટે માસિક પ્રીમિયમ 1515 રૂપિયા, 58 વર્ષ માટે 1463 રૂપિયા અને 60 વર્ષ માટે 1411 રૂપિયા રહેશે.
  • પોલિસી ખરીદનારને 55 વર્ષ માટે 31.60 લાખ રૂપિયા, 58 વર્ષ માટે 33.40 લાખ રૂપિયાનો મેચ્યોરિટી બેનિફિટ મળશે.
  • 60 વર્ષ માટે મેચ્યોરિટી બેનિફિટ 34.60 લાખ રૂપિયા મળશે.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Godown Yojana: પાક સંગ્રહ માટે ગોડાઉન સહાય યોજના

Godown Yojana: ગુજરાત રાજ્યના ખેડૂતોની આવક વધારવા માટે સતત પ્રયત્નશીલ છે. જેના માટે વિવિધ યોજના ikhedut Portal મારફતે પ્રકાશિત કરતી રહે છે. ખેડૂતોને ઘણી...

ગુજરાતમાં 10,879 ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર, 19 ડિસેમ્બરે બેલેટ પેપરથી મતદાન થશે, 21મીએ મતગણતરી

ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના એક વર્ષ પહેલા એટલે કે ડિસેમ્બર 2021માં રાજ્યની 10,879 ગ્રામ પંચાયતની ચૂંટણી આવી રહી છે. આ અંગે...

રાજ્યભરમાં 2 દિવસ વરસાદની આગાહી, 30 થી વધુ તાલુકાઓમાં કમોસમી વરસાદ

વરસાદની આગાહી: આજે ખાસ કરીને ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની સૌથી વધુ અસર જોવા મળી હતી. જેમાં નર્મદા જિલ્લાના તિલકવાડામાં સૌથી વધુ ૨.૮૩...

Stay Connected

0FansLike
3,047FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles