કોરોના મૃતકના વારસને 50000નું વળતર

કોરોના મૃતકના વારસને 50000નું વળતર : કેન્દ્ર સુપ્રીમમાં એફિડેવિટ રજૂ કરી કોરોનાના મૃતકના વારસને વળતર ચૂકવવાની જવાબદારી કેન્દ્ર સરકારે રાજ્યો પર નાખી રાજ્યો વળતર માટે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડમાંથી નાણાંની જોગવાઈ કરશે ઃ કેન્દ્ર

કોરોના મૃતકના વારસને 50000નું વળતર

  • સુપ્રીમમાં એફિડેવિટ રજૂ કરી કોરોનાના મૃતકના વારસને વળતર ચૂકવવાની જવાબદારી કેન્દ્ર સરકારે રાજ્યો પર નાખી
  • રાજ્યો વળતર માટે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડમાંથી નાણાંની જોગવાઈ કરશે ઃ કેન્દ્ર

કેન્દ્ર સરકારે બુધવારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણના કારણે મૃત્યુ પામેલા લોકોના વારસોને રાજ્ય સરકારો દ્વારા રૃપિયા ૫૦,૦૦૦નું આર્િથક વળતર ચૂકવવામાં આવશે. કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે, કોરોના મહામારીમાં અત્યાર સુધી થયેલા મોત માટે જ નહીં પરંતુ ભવિષ્યમાં થનારા મોત માટે પણ રાજ્ય સરકારો દ્વારા મૃતકોના વારસોને ઉપરોક્ત આર્િથક સહાય ચૂકવાશે.

કોરોના સંક્રમણના કારણે માર્યા ગયેલા લોકોના પરિવારોને રૃપિયા ૪ લાખનું વળતર ચૂકવવાની માગ કરતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણીમાં રજૂ કરેલી એફિડેવિટમાં કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારો આર્િથક વળતર માટે તેમના સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડમાંથી નાણાની જોગવાઇ કરશે. રાજ્યના જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અથવા જિલ્લા વહીવટી તંત્રના માધ્યમથી આ આર્િથક સહાય ચૂકવવામાં આવશે.

Also Read: ઘરે બેઠા મળી જશે મોબાઈલ સિમ, નવું લેવા માટે પણ હવે કોઈ દસ્તાવેજની જરૂર…

ભારતમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણના કારણે ૪.૪૫ લાખ કરતાં વધુના મોત થઇ ચૂક્યાં છે. કેન્દ્ર સરકારે એફિડેવિટમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારો અત્યાર સુધીના મોતમાં જ નહીં પરંતુ ભવિષ્યમાં કોરોનાનો વેવ આવે અને તેમાં થનારા મોત માટે પણ મૃતકોના વારસોને રૃપિયા ૫૦,૦૦૦ની સહાય આપશે. વધુ જાહેરનામું બહાર ન પડાય ત્યાં સુધી આ વ્યવસ્થા અમલમાં રહેશે. સરકારે જણાવ્યું હતું કે, કોવિડ રિલીફ ઓપરેશનમાં સંકળાયેલા અને કોરોના મહામારી સામેની તૈયારીમાં જોડાયેલા મૃતકોના પરિવારને પણ આ વળતર ચૂકવાશે. આરોગ્ય મંત્રાલયની ઔગાઇડલાઇન પ્રમાણે કોરોનાથી મોત થયું હોય તેવું પ્રમાણપત્ર ધરાવતા મૃતકોના વારસોેને જ આ વળતર ચૂકવાશે. અત્રે ઉલ્લેખનીય છે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અંતર્ગત મહામારીમાં થયેલા મોત માટે મૃતકનાં વારસને રૃપિયા ૪ લાખ આર્િથક સહાય ચૂકવવાની જોગવાઇ છે.

મૃતકના વારસે સંબંધિત રાજ્ય સત્તાવાળા દ્વારા જારી કરાનારા ફોર્મ ભરીને વળતર માટે દાવો કરવાનો રહેશે ??રાજ્ય સરકાર દ્વારા નક્કી કરાયેલા તમામ દસ્તાવેજ અને કોરોનાથી થયેલા મોતનું પ્રમાણપત્ર રજૂ કરવાના રહેશે ??જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટના સત્તાવાળા દાવાની પ્રક્રિયા, ચકાસણી, મંજૂરી અને ચુકવણીની કાર્યવાહી કરશે ??ફોર્મ અને દસ્તાવેજો રજૂ કર્યાના ૩૦ દિવસમાં દાવાનો નિકાલ કરી દેવાનો રહેશે ??આર્િથક સહાયની ચુકવણી આધાર સાથે લિન્ક ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા કરાશે ?દાવા અંગેની ફરિયાદનો નિકાલ અધિક જિલ્લા કલેક્ટર, ચીફ મેડિકલ ઓફિસર, અધિક ચીફ મેડિકલ ઓફિસર અથવા મેડિકલ કોલેજના હેડ ઓફ ડિપાર્ટમેન્ટની બનેલી સમિતિ દ્વારા કરાશે ??વળતર ન ચૂકવાય તેવા સંજોગોમાં સમિતિએ મૃતકના વારસને યોગ્ય કારણ આપવાનું રહેશે

Also Read: એકવાર રોકાણ કરીને દર મહિને મેળવો 4950 રૂપિયા

ભારતમાં કોરોના મહામારીની ત્રીજી લહેર નહીં આવે: ડો. રણદીપ ગુલેરિયા

ભારતમાં કોરોના મહામારીનો સેકન્ડ વેવ સતત ધીમો પડી રહ્યો છે ત્યારે દિલ્હી સ્થિત એમ્સના ડિરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ જણાવ્યું છે કે ભારતમાં કોરોના મહામારીની ત્રીજી લહેર નહીં આવે. ગુલેરિયાના મતે કોરોના વાઇરસ હવે મહામારી રહી ગયો નથી. જોકે ભારતમાં બધાને રસી ન અપાય ત્યાં સુધી સાવધાની રાખવાની જરૃર છે. તેમણે જણાવ્યું હતું કે, કોરોના વાઇરસ સામાન્ય ફ્લૂ અને શરદી-ખાંસી જેવો બની રહેશે કારણ કે જનતામાં કોરોના સામે ઇમ્યૂનિટી તૈયાર થઇ ચૂકી છે. આ હર્ડ ઇમ્યૂનિટી મહામારીની ત્રીજી લહેર આવવા નહી દે