@gmail.com

@gmail.com

મોદી સરકારની મદદથી શરૂ કરો આ બિઝનેસ : મહિને લાખો રૂપિયાની થશે કમાણી, જાણી લો વિગત

મોદી સરકારની મદદથી શરૂ કરો આ બિઝનેસ : મહિને લાખો રૂપિયાની થશે કમાણી, જાણી લો વિગત કેટલાક લોકો માત્ર ધંધા માટે જ બન્યા હોય છે પરંતુ પ્રશ્ન પૈસાનો હોય છે, કારણકે ધંધો કરવા માટે પૈસાની જરૂર હોય છે અને બિઝનેસ શરૂ કરવા રૂપિયા હોતા નથી.

સરકાર કરશે મદદ

આજે અમે જે બિઝનેસ વિશે જણાવીશું તેને શરૂ કરવામાં સરકાર 50% મદદ કરશે. આ ખાસ બિઝનેસ મોતીની ખેતીનો છે. સીપ અને મોતીના બિઝનેસ પર લોકોની રુચિ વધી રહી છે અને ઘણા લોકો તેમાંથી સારી કમાણી પણ કરી રહ્યાં 

આ રીતે કરો બિઝનેસ શરૂ

બિઝનેસ કરવા માટે 3 વસ્તુ જરૂરી હોય છે. એક તળાવ, સિપ અને ટ્રેનિંગ. તેમાં સૌથી જરૂરી તળાવ હોય છે. જેને તમે પોતે જ ખોદાવી શકો છો, તે સિવાય સરકાર તેના માટે સબ્સિડી પણ આપે છે. બીજી વસ્તુ હોય છે સિપ, જે ભારતના ઘણા રાજ્યોમાં મળે છે. દક્ષિણ ભારત અને બિહારના દરભંગાની સીપની ક્વોલિટી સસારી હોય છે. આની ટ્રેનિંગ માટે દેશમાં ઘણી સંસ્થાઓ છે. મધ્યપ્રદેશના હોશંગાબાદ અને મુંબઇથી મોતીની ખેતીની ટ્રેનિંગ લઇ શકો છો. 

Also Read: ગુજરાતમાં આ વિસ્તારોમાં હજુ રહેશે વરસાદી માહોલ,

કેવી રીતે કરશો મોતીની ખેતી?

મોતીની ખેતી કરવા માટે સીપીઓને એક જાળમાં બાંધીને 10 થી 15 દિવસ માટે તળાવમાં નાંખી દેવા બાદમાં એક વાતાવરણ ક્રિએટ કરો. જે બાદ સીપને બહાર કાઢીને  તેની સર્જરી કરવામાં આવે છે. એક સાંચામાં તેને નાંખવામાં આવે છે જે આગળ જઇને મોતી બને છે.

Also Read: એકવાર રોકાણ કરીને દર મહિને મેળવો 4950 રૂપિયા

કેટલો થશે ખર્ચ?
એક સીપને તૈયાર કરવામાં 25 થી 35 રૂપિયાનો ખર્ચ આવે છે. એક સીપમાંથી 2 મોતી નીકળે છે અને એક મોતીની કિંમત બજારમાં 120 થી 200 રૂપિયા છે. સારી ક્વોલિટી હોય તો 200 રૂપિયા કરતા વધારેમાં પણ વેચાય છે. જેને પ્રધાનમંત્રી મતસ્ય સંપદા યોજનામાંથી મદદ મળે છે. 

થશે લાખોની કમાણી

મોતીની ખેતી માટે તમે એક એકડ તળાવમાં 25000 સીપ નાંખી શકો છો. તેમાં 8 લાખ રૂપિયાનો ખર્ચ આવે છે જેમાં કેટલીક સીપ ખરાબ પણ થઇ જાય તો પણ 30 લાખ રૂપિયા વાર્ષિક કમાણી થાય છે.

- Advertisment -
Google search engine